• Home
  • News
  • કાશ્મીરમાં ભારે વરસાદની વચ્ચે લેન્ડ સ્લાઈડ, જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે ઠપ્પ થયો
post

જમ્મુ કાશ્મીરમાં જ્યાં સુધી હવામાનમાં સુધારો ન થાય ત્યાં સુધી લોકોને નેશનલ હાઈવે-44 પરથી મુસાફરી કરવાથી બચવાની સલાહ આપવામાં આવી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2024-04-29 11:15:26

જમ્મુ કાશ્મીર: મેદાની વિસ્તારોમાં આકરી ગરમી વચ્ચે પહાડોમાં ભારે વરસાદ ચાલુ છે. હવે વરસાદે સામાન્ય જનજીવન ખોરવ્યું છે. ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલન થયું છે. જેના કારણે કિશ્તવાડ વિસ્તારમાં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. જ્યાં સુધી હવામાનમાં સુધારો ન થાય અને રસ્તો સાફ ન થાય ત્યાં સુધી લોકોને NH-44 પર મુસાફરી કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જારી કરવામાં આવેલી સૂચનાઓ મુજબ, વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે ખરાબ હવામાન અને ભારે વરસાદને કારણે આજ29 એપ્રિલ, જિલ્લા રામબનની તમામ શાળાઓ બંધ રહેશે. જો કે પરીક્ષા રદ કરવામાં આવશે નહીં.

 

રામબન જિલ્લામાં ઘણી જગ્યાએ ભારે વરસાદને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે ભૂસ્ખલન અને પથ્થરો પડવાને કારણે બ્લોક થઈ ગયો હતો. ખરાબ હવામાનને કારણે જિલ્લાની તમામ શાળાઓ બંધ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પણ સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે અને મધ્યમ વરસાદ પડશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post