• Home
  • News
  • વિદેશના સાત પેસ બોલર્સ પર ખર્ચાયા 62.45 કરોડ રૂપિયા
post

કૃષ્ણપ્પા ગૌતમ પણ સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી બનીને પોતાની બેઝ પ્રાઇસ કરતાં ૪૬ ગણી રકમે વેચાયો

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-19 11:05:57

વિશ્વની સૌથી ધનાઢય ક્રિકેટ લીગ આઇપીએલની ૧૪મી સિઝન માટે ચેન્નઇમાં ખેલાડીઓની હરાજી થઇ હતી અને કેટલાક ખેલાડીઓ રાતોરાત કરોડપતિ બની ગયા હતા. આઇપીએલ ૨૦૨૧ની હરાજીમાં સાઉથ આફ્રિકાના ક્રિસ મોરિસે ઇતિહાસ સર્જીને સૌથી મોંઘા ખેલાડી તરીકેનો તાજ પોતાના નામે કર્યો હતો તો બીજી તરફ કૃષ્ણપ્પા ગૌતમ પણ સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી બનીને પોતાની બેઝ પ્રાઇસ કરતાં ૪૬ ગણી રકમે વેચાયો હતો. પંજાબ કિંગ્સે પણ ૨૦ લાખની બેઝ પ્રાઇઝવાળા ઓલરાઉન્ડર શાહરૂખ ખાનને ૨૨ ગણી રકમ આપીને ૫.૨૫ કરોડ રૂપિયામાં ખરીદી લીધો હતો. આઇપીએલમાંની આગામી સિઝનની મિની હરાજીમાં મુખ્ય બાબત વિદેશના પેસ બોલર્સના નામે રહી હતી જેમાં માત્ર સાત ખેલાડીઓની વચ્ચે ફ્રેન્ચાઇઝીઓએ ૬૨.૪૫ કરોડ રૂપિયાનો ખર્ચ કરી દીધો હતો.

 મોરિસને ખરીદવા ૪ ટીમો વચ્ચે જંગ જામ્યો

હાઇએસ્ટ બીડ દ્વારા ખરીદવામાં આવેલા આફ્રિકન બોલર ક્રિસ મોરિસને ખરીદવા માટે બેંગ્લોરપંજાબમુંબઇ અને રાજસ્થાન વચ્ચે જંગ જામ્યો હતો પરંતુ રાજસ્થાનની ટીમે ૧૬.૨૫ કરોડ રૂપિયાની બોલી સાથે મેદાન માર્યું હતું. રાજસ્થાનની ટીમે મુસ્તાફિઝુર રહેમાનને ખરીદવા માટે એક કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા હતા. પંજાબ કિંગ્સે બે પેસ બોલર ખરીદવા માટે ૨૨ કરોડ રૂપિયાનું પર્સ ખાલી કર્યું હતું. ઓસ્ટ્રેલિયન બોલર મેડરિથને આઠ કરોડ અને રિચાર્ડસનને ૧૪ કરોડ રૂપિયાની પ્રાઇઝમાં ખરીદવામાં આવ્યા હતા.

મુંબઇએ નાથાન કાઉલ્ટર નાઇલને ખરીદ્યો

શ્રીલંકાના પેસ બોલર લસિત મલિંગાની નિવૃત્તિ બાદ મુંબઇ ઇન્ડિયન્સને આગામી સિઝન માટે પેસ બોલરની તાતી જરૂર હતી. આ ટીમે સિઝન પહેલાં નાથાન કાઉલ્ટર નાઇલને રિલીઝ કર્યો હતો પરંતુ તેને ફરીથી પાંચ કરોડ રૂપિયામાં ખરીદી લીધો હતો. આ ઉપરાંત મુંબઇની ટીમે ન્યૂઝીલેન્ડના એડમ મિલનેને ૩.૨૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે કેઇલ જેમિનસ માટે ૧૫ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જેમિસન સાત ફૂટ લાંબો બોલર છે અને તે નીચલા ક્રમમાં આક્રમક બેટિંગ કરવા માટે જાણીતો છે.

હરાજીમાં ઓલરાઉન્ડર્સની બોલબાલા રહી

કોને કોને ખરીદ્યા

ચેન્નઇ સુપર કિંગ્સ  કે. ગૌતમ (૯.૨૫ કરોડ)મોઇન અલી (૭ કરોડ)ચેતેશ્વર પૂજારા (૫૦ લાખ)કે. ભગત વર્મા (૨૦ લાખ)સી. હરી નિશાંથ (૨૦ લાખ)હરિશંકર રેડ્ડી (૨૦ લાખ)

દિલ્હી કેપિટલ્સ  ટોમ કરન (૫.૨૫ કરોડ) સ્ટિવ સ્મિથ (૨.૨ કરોડ)સેમ બિલિંગ્સ (૨ કરોડ)ઉમેશ યાદવ (એક કરોડ)રિપલ પટેલ (૨૦ લાખ)વિષ્ણુ વિનોદ (૨૦ લાખ)લુકમાન મેરીવાલા (૨૦ લાખ)એમ. સિદ્ધાર્થ (૨૦ લાખ).

કોલકાતા નાઇટ રાઇડર્સ  સાકિબ (૩.૨ કરોડ)હરભજનસિંહ (૨ કરોડ)બેન કટિંગ (૭૫ લાખ)કરુણ નાયર (૫૦ લાખ)પવન નેગી (૫૦ લાખ)શેલ્ડન જેક્શન (૨૦ લાખ)વેંકટેશ ઐય્યર (૨૦ લાખ)વૈભવ અરોરા (૨૦ લાખ).

મુંબઇ ઇન્ડિયન્સ  નાથાન કાઉલ્ટર નાઇલ (૫ કરોડ)એડમ મિલને (૩.૨ કરોડ)પીયૂષ ચાવલા (૨.૪ કરોડ)જેમ્સ નિશામ (૫૦ લાખ)યુધવીર ચરક (૨૦ લાખ)માર્કો જેનસેન (૨૦ લાખ)અર્જુન તેંડુલકર (૨૦ લાખ).

પંજાબ કિંગ્સ  જેયલ રિચાર્ડસન (૧૪ કરોડ)રિલે મેરેડિથ (આઠ કરોડ)શાહરુખ ખાન (૫.૨૫ કરોડ)મોઝિસ હેનરિક્સ (૪.૨ કરોડ)ડેવિડ મલાન (૧.૫ કરોડ)ફેબિયન એલન (૭૫ લાખ)જલજ સક્સેના (૩૦ લાખ)સૌરભ કુમાર (૨૦ લાખ) ઉત્કર્ષસિંઘ (૨૦ લાખ).

રાજસ્થાન રોયલ્સ  ક્રિસ મોરિસ (૧૬.૨૫ કરોડ)શિવમ દુબે (૪.૪ કરોડ)ચેતન સકરિયા (૧.૨ કરોડ)મુસ્તાફિઝુર રહેમાન (એક કરોડ)લિયામ લિવિંગસ્ટોન (૭૫ લાખ)આકાશસિંઘ(૨૦ લાખ)કેસી ચિરપ્પા (૨૦ લાખ)કુલદીપ યાદવ (૨૦ લાખ).

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર  કેયલ જેમીસન (૧૫ કરોડ)ગ્લેન મેક્સવેલ (૧૪.૨૫ કરોડ)ડેન ક્રિસ્ટિયન (૪.૮ કરોડ)સચિન બેબી (૨૦ લાખ)મોહમ્મદ અઝહરુદ્દીન (૨૦ લાખ)રજત પાટીદાર (૨૦ લાખ)સુયેશ પ્રભુદેસાઇ (૨૦ લાખ)કેએસ ભરત (૨૦ લાખ).

સનરાઇઝર્સ હૈદરાબાદ  કેદાર જાધવ (બે કરોડ)મુજિબ ઉર રહેમાન (૧.૫ કરોડ)જે. સુચિથ (૩૦ લાખ).

શાહરુખ અને જૂહીના બદલે આર્યન-જ્હાન્વી હરાજીમાં જોડાયા

આઇપીએલની ૧૪મી સિઝન માટે યોજાયેલી હરાજીમાં કોલકાતા નાઇટ રાઇડર્સ ફ્રેન્ચાઇઝી ટીમના સહ-માલિક શાહરુખ ખાન તથા જૂહી ચાવલા શામેલ થઇ શક્યા નહોતા. તેમના સ્થાને બાળકોએ આ મિની હરાજીમાં ભાગ લીધો હતો. શાહરુખના સ્થાને તેના પુત્ર આર્યન તથા જૂહીના સ્થાને તેની પુત્રી જ્હાન્વી ટીમના ટેબલ ઉપર હાજર હતી. કોલકાતાના ટેબલ ઉપર આ બે સાથે દેખાયા હતા અને તેમણે સારું હોમવર્ક કર્યું હોય તેમ લાગી રહ્યું હતું.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post