• Home
  • News
  • 8 નોરતામાં કાર્ડિયાક ઇમર્જન્સીના 673 કોલ; બીજા, ચોથા અને પાંચમા નોરતે છાતીમાં દુખાવાની ફરિયાદમાં અનેકગણો વધારો
post

સામાન્ય દિવસોમાં આ કોલની સંખ્યા 88 રહેતી હોય છે. એવરેજ કરતાં આ દિવસોમાં કાર્ડિયાકને લગતા કેસની ફરિયાદ 108ને કરાઈ હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-23 19:15:34

હાલ આદ્યશક્તિની આરાધનાનું પર્વ ચાલી રહ્યું છે, ત્યારે આ નવ દિવસના તહેવારમાં રાજ્યની 108 ઈમર્જન્સી સર્વિસને છેલ્લા 8 દિવસમાં 673 ઈમર્જન્સી કોલ આવ્યા હતા, જેમાં છાતીમાં દુખાવાની ફરિયાદ કરાઈ હતી. આ દરમિયાન આઠમા નોરતે અમદાવાદમાં છાતીમાં દુખાવાની સૌથી વધુ 30 ફરિયાદ કરવામાં આવી હતી. નવરાત્રિ દરમિયાન બીજા, ચોથા અને પાંચમા નોરતે આ કેસ વધી ગયા હતા અને અનુક્રમે 92, 109 અને 102 જેટલી છાતીમાં દુખાવાની ફરિયાદ 108ને કોલ કરીને કરાઈ હતી. સામાન્ય દિવસોમાં આ કોલની સંખ્યા 88 રહેતી હોય છે. એવરેજ કરતાં આ દિવસોમાં કાર્ડિયાકને લગતા કેસની ફરિયાદ 108ને કરાઈ હતી.

ગુજરાતમાં છાતીમાં દુખાવાની ફરિયાદો વધી
નવરાત્રિના પર્વ દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં છાતીમાં દુખાવાની ફરિયાદ 108 ઈમર્જન્સીને કરવામાં આવી હતી, જેમાં રાજ્યનાં ચાર મુખ્ય શહેર અને જિલ્લામાં ફરિયાદનું પ્રમાણ અમદાવાદમાં સૌથી વધુ રહ્યું હતું અને આઠમા નોરતે 22 ઓક્ટોબરે છાતીમાં દુખાવાની 30 ફરિયાદ કરવામાં આવી હતી. તો ચોથા નોરતે રાજકોટ અને સુરતમાં 11-11 રહી હતી. પાંચમા નોરતે રાજકોટથી છાતીમાં દુખાવાને લગતી ફરિયાદના 10 કોલ કરાયા હતા.

અમદાવાદમાં સામાન્ય દિવસોમાં એવરેજ 27 કોલ હોય છે
નવરાત્રિ દરમિયાન આઠ દિવસમાં છાતીમાં દુખાવાની એવરેજ 21 ફરિયાદ 108માં નોંધાઈ હતી, જે સામાન્ય દિવસો દરમિયાન 27 રહેતી હોય છે. આઠમા નોરતે જ એવરેજ કરતાં વધારે ફરિયાદ અમદાવાદમાં નોંધાઈ હતી, જેમાં 30 કોલ કરવામાં આવ્યા હતા. છેલ્લા 8 દિવસના કોલની વિગત જોઈએ તો અમદાવાદમાં 15મીએ 21, 16મીએ 25, 17મીએ 19, 18મીએ 22, 19મીએ 23, 20મીએ 19, 21મીએ 10 અને 18મીએ 30 છાતીમાં દુખાવાની ફરિયાદ કરવામાં આવી હતી.

નવરાત્રિ દરમિયાન છાતીમાં દુખાવાની કરાયેલી ફરિયાદના આંકડા

શહેર-જિલ્લો15 - Oct16 - Oct17 - Oct18 - Oct19 - Oct20 - Oct21 - Oct22 - Oct
અમદાવાદ2125192223191030
અમરેલી22458222
આણંદ04121412
અરવલ્લી11002013
બનાસકાંઠા11350010
ભરૂચ11331211
ભાવનગર35125132
બોટાદ10000000
છોટાઉદેપુર11001110
દાહોદ00001012
દેવભૂમિદ્વારકા12204014
ગાંધીનગર23132111
ગીર સોમનાથ11101231
જામનગર42382933
જૂનાગઢ11456132
ખેડા23221022
કચ્છ23343441
મહેસાણા22121124
મહીસાગર20101011
મોરબી01101000
નર્મદા20021100
નવસારી10102531
પંચમહાલ12015203
પાટણ01013001
પોરબંદર31120011
રાજકોટ5821110447
સાબરકાંઠા00001401
સુરત687118592
સુરેન્દ્રનગર10230033
તાપી23230410
ડાંગ10010130
વડોદરા18395121
વલસાડ23123231
કુલ739269109102767082

છાતીમાં દુખાવાની ફરિયાદ રાજકોટ, સુરતમાં ડબલ ફિગર થઈ
અમદાવાદમાં 15મીએ 21, 16મીએ 25, 17મીએ 19, 18મીએ 22, 19મીએ 23, 20મીએ 19, 21મીએ 10 અને 18મીએ 30 છાતીના દુખાવાની ફરિયાદ કરવામાં આવી હતી. જે સામાન્ય દિવસો દરમિયાન 27 રહેતી હોય છે. રાજકોટમાં સામાન્ય દિવસોમાં એવરેજ 6 ફરિયાદ રહેતી હોય છે. જો કે આઠ દિવસ દરમિયાન 15મીએ 5, 16મીએ 5, 17મીએ 8, 18મીએ 2, 19મીએ 11, 20મીએ 10, 21મીએ 4 અને 18મીએ 4 લોકોએ છાતીના દુખાવાની ફરિયાદ કરી હતી. તો સુરતમાં પણ સામાન્ય દિવસોમાં 6 લોકોની છાતીમાં દુખાવાની ફરિયાદ રહેતી હોય છે. નવરાત્રિના આઠ દિવસ દરમિયાન 15મીએ 6, 16મીએ 8, 17મીએ 7, 18મીએ 11, 19મીએ 8, 20મીએ 5, 21મીએ 9 અને 18મીએ 2 લોકોએ છાતીના દુખાવાની ફરિયાદ કરી હતી. તો વડોદરામાં સામાન્ય દિવસોમાં 5 જેટલી એવરેજ ફરિયાદ રહેતી હોય છે, પરંતુ નવરાત્રિના 8 દિવસ દરમિયાન 15મીએ 1, 16મીએ 8, 17મીએ 3, 18મીએ 9, 19મીએ 5, 20મીએ 1, 21મીએ 2 અને 18મીએ 1 છાતીના દુખાવાની ફરિયાદ 108ને મળી હતી.

ગુજરાતમાં ચિંતાજનક રીતે હાર્ટ-એટેકના કેસોમાં વધારો
ઈમર્જન્સી સેવા 108ના આંકડા પ્રમાણે, રાજ્યમાં એપ્રિલ 2023થી 8 ઓક્ટોબર 2023 સુધીમાં દૈનિક 60થી વધુ હાર્ટ-એટેકના કોલ આવી રહ્યા છે. ઓક્ટોબરમાં જ્યારે ગુજરાત નવરાત્રિની તૈયારી કરી રહ્યું હતું ત્યારે મહિનાના પહેલા જ સપ્તાહમાં આખા ગુજરાતમાં થઈને 1723 હાર્ટ-એટેકને લગતા ઈમર્જન્સી કોલ્સ 108ને મળ્યા છે.

ઓક્ટોબર મહિનાના પહેલા 8 જ દિવસમાં અમદાવાદમાં જ 523 કેસ સામે આવ્યા હતા. આ ડેટા પ્રમાણે ગુજરાતમાં હાર્ટ-એટેકના જેટલા કેસો સામે આવી રહ્યા હતા એમાંથી લગભગ અડધા એટલે કે 48.53 ટકા કેસ માત્ર 4 મોટાં શહેર અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાંથી નોંધાયા હતા. એપ્રિલ 2023થી 8 ઓક્ટોબર સુધીમાં રાજ્યમાં 108 ઇમર્જન્સી સેવાને મળેલા કોલ પ્રમાણે આ 4 જિલ્લામાં 18,208 કેસ મળ્યા હતા, જ્યારે બાકીના 29 જિલ્લામાં 19,308 કેસ સામે આવ્યા હતા. 108 ઇમર્જન્સી સેવાને મળેલા કેસ પ્રમાણે એપ્રિલ 2023થી લઇને 8 ઓક્ટોબર 2023 સુધી અમદાવાદમાં 11,140, રાજકોટમાં 2483, સુરતમાં 2747 તો વડોદરામાં 1838 કેસો સામે આવ્યા હતા અને રાજ્યમાં દૈનિક 60થી વધુ હાર્ટ-એટેકના કોલ 108ને મળી રહ્યા હતા.

6 મહિનામાં રાજ્યમાં હાર્ટ-એટેકના કેસમાં 26 ટકાનો વધારો
આ ડેટાનું એનાલિસિસ કરવામાં આવે તો 4 જિલ્લામાં 18,208 કેસ, એટલે કે કુલ કેસના લગભગ અડધા એટલે કે 48.53 ટકા કેસ સામે આવ્યા છે. જ્યારે 29 જિલ્લામાંથી 19,308 કેસ સામે આવ્યા છે. એપ્રિલ-2023થી લઇને સપ્ટેમ્બર-2023 સુધીના 6 મહિનામાં રાજ્યમાં હાર્ટ-એટેકના કેસમાં 26 ટકાનો વધારો થયો છે. જો આ પ્રમાણે જ સ્થિતિ રહે તો આગામી 12 મહિનામાં હાર્ટ-એટેકના કેસમાં 52 ટકાનો વધારો થવાનો અંદાજ હતો.

જિલ્લોએપ્રિલ-23મે-23જૂન-23જુલાઇ-23ઓગસ્ટ-23સપ્ટે-23ઓક્ટો-23 (8-10-23 સુધી)કુલ
અમદાવાદ14581605169319831981189752311140
રાજકોટ3643573244354244511282483
સુરત3993824014674715201072747
વડોદરા2582692972833073131111838
અમરેલી14715215414917116043976
આણંદ1181131029413614327733
અરવલ્લી59496169606314375
બનાસકાંઠા697780888910318524
ભરૂચ73635762928818453
ભાવનગર271331289350332326641963
બોટાદ4132323351558252
છોટાઉદેપુર57624144677616363
દાહોદ6275666910510329509
દેવભૂમિ દ્વારકા57717773886932467
ગાંધીનગર129147144182200184481034
ગીર સોમનાથ77101931011089234606
જામનગર213236248225239226791466
જૂનાગઢ194221219257235251511428
કચ્છ14917114914416414128946
ખેડા10911610312011811142719
મહેસાણા9687799710410627596
મહીસાગર45656473635510375
મોરબી55536970666311387
નર્મદા43485245495422313
નવસારી979410311711413926690
પંચમહાલ59666088849121469
પાટણ56726765444624374
પોરબંદર67101809113112021611
સાબરકાંઠા56646093987422467
સુરેન્દ્રનગર7580871111249328598
તાપી92971029711612538667
ડાંગ29303439473111221
વલસાડ949810910813214342726
કુલ516855855596632266106512172337516

4 જિલ્લામાં 6 મહિનામાં હાર્ટ-એટેકના કેસોમાં 28 ટકાનો વધારો
અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં એપ્રિલ 2023થી લઈને સપ્ટેમ્બર 2023 સુધીના 6 મહિનામાં હાર્ટ-એટેકના કેસોમાં 28 ટકાનો વધારો થયો છે અને જો આ પ્રમાણેની સ્થિતિ રહે તો આગામી 12 મહિનામાં હાર્ટ-એટેકના કેસમાં 56 ટકાનો વધારો થવાનો અંદાજ છે, જ્યારે બાકીના 29 જિલ્લાની વાત કરવામાં આવે તો એપ્રિલ 2023થી લઇને સપ્ટેમ્બર 2023 સુધીના 6 મહિનામાં હાર્ટ- એટેકના કેસોમાં 23 ટકાનો વધારો થયો છે અને જો આ પ્રમાણે જ સ્થિતિ રહે તો આગામી 12 મહિનામાં હાર્ટ-એટેકના કેસમાં 46 ટકાનો વધારો થવાનો અંદાજ છે.

અમદાવાદમાં સૌથી વધુ હાર્ટ-એટેકના કેસો
કોરોના બાદ રાજ્યમાં દિન-પ્રતિદિન હાર્ટ-એટેકના કેસો સામે આવી રહ્યા છે, જેમાં ખાસ કરીને નાની વયના લોકોમાં હાર્ટ-એટેકનું પ્રમાણ વધ્યું છે. વધતા જતા હાર્ટ-એટેકના કેસોને લઈને હવે ચિંતા વધી છે. અમદાવાદમાં સૌથી વધુ હાર્ટ-એટેકના કેસો સામે આવ્યા છે. છેલ્લા આઠ દિવસમાં અમદાવાદમાં હાર્ટ-એટેકના 523 જેટલા કેસો નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા છ મહિનામાં 108 ઈમર્જન્સી સેવાને કાર્ડિયાકના 35,793 જેટલા કેસો મળ્યા હતા. ચાલુ ઓક્ટોબર મહિનામાં આઠ દિવસમાં 573 જેટલા કેસો મળ્યા હતા. કાર્ડિયાકના વધતા જતા કેસોના પગલે હવે નવરાત્રિના તહેવારમાં પણ 108 ઈમર્જન્સી સેવાને તૈયાર રાખવાની સૂચના આપવામાં આવી છે.

adv

Related News

post
post
post
post
post
post
post