• Home
  • News
  • 75 વર્ષ પહેલા અમેરિકાએ જાપાનના બે શહેર પર પરમાણુ બોમ્બ ઝીંક્યા હતા, જોત જોતામાં શહેર માટીમાં ભળી ગયું
post

હિરોશિમા પર ઝીંકવામાં આવેલા બોમ્બનું નામ લિટલ બોય, જ્યારે નાગાસાકી પર ફેંકવામાં આવેલા બોમ્બનું નામ ફેટ મેન હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-06 11:40:56

ટોક્યો: 6 ઓગસ્ટ 1945ના રોજ અમેરિકાએ જાપાનના શહેર હિરોશિમા પર પરમાણુ બોમ્બ ઝીંક્યો હતા. જેના ત્રણ દિવસ પછી 9 ઓગસ્ટે નાગાસાકી પર વધુ એક બોમ્બ ઝીંક્યો. જેમાં લાખો લોકો માર્યા ગયા, જ્યારે લાખો લોકોને તેની અસર થઈ હતી. સાથે જ હુમલા પછી ઘણા લોકો રેડિયોએક્ટિવ રાખના વરસાદના સંકજામાં પણ આવી ગયા હતા.

ગત સપ્તાહે હિરોશિમાની જિલ્લા કોર્ટે રાખના વરસાદના સંકજામાં આવેલા લોકોની ઓળખ કરી. સાથે જ તેમને તમામ તબીબી સુવિધા આપવાની વાત પણ કરી હતી. હુમલાથી અસરગ્રસ્ત થયેલા લોકોને ફ્રી મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, જેને જાપાનમાં હિબાકુશાના નામે ઓળખવામાં આવે છે.


દ્વિતીય વિશ્વયુદ્ધ ખતમ થયા પછી જાપાન સરકારે ગંભીર રીતે અસરગ્રસ્ત લોકોને મફતમાં સ્વાસ્થ્ય સુવિધા આપવાની જાહેરાત કરી હતી. સાથે જ સરકારે ઘણા વિસ્તારોને ગંભીર રીતે અસરગ્રસ્ત જાહેર કર્યા હતા. હુમલાના સમયે જે લોકો શહેરની બહાર હતા, એ પણ હુમલા પછી થયેલા રાખના વરસાદના સંકજામાં આવી ગયા હતા.

અમેરિકાએ હિરોશિમા અને નાગાસાકી પર બોમ્બ કેમ ઝીંક્યા?
1945
માં દ્વિતીય વિશ્વ યુદ્ધના ખતમ થતા થતા જાપાન અને અમેરિકાના સંબંધ બગડ્યા હતા. ખાસ કરીને ત્યારે જ્યારે જાપાનની સેનાએ ઈસ્ટ-ઈન્ડીઝના ક્રુડ-સમુદ્ધ ક્ષેત્ર પર કબજો કરવાના ઈરાદાથી ઈન્ડો-ચાઈનાને નિશાન બનાવવાનો નિર્ણય કર્યો હતો. એટલા માટે અમેરિકન રાષ્ટ્રપતિ હૈરી ટ્રૂમેને આત્મસમર્પણ માટે જાપાન પર પરમાણુ હુમલો કર્યો હતો.


હૈરી એસ ટ્રૂમેન એ વખતે અમેરિકાના રાષ્ટ્રપતિ હતા. તેમણે ચેતવણી આપી હતી કે, જાપાન કાંતો સમર્પણ કરે અથવા તાત્કાલિક અને પુરી રીતે વિનાશ માટે તૈયાર થઈ જાય. અમે જાપાનના કોણ પણ શહેરને હવાથી ખતમ કરવા માટે સક્ષમ છીએ. 26 જૂલાઈએ જર્મનીમાં પોટ્સડૈમની જાહેરાત થઈ હતી, જેમાં જાપાનને આત્મસમર્પણ માટે ચેતવણી આપવામાં આવી હતી.
જો કે આ અંગે અન્ય સિદ્ધાંત છે. પરમાણુ હુમલો કરીને જાપાનને સમર્પણ માટે મજબૂર કરવાની જરૂર નથી. એક ઈતિહાસકાર ગર અલ્પરોનવિત્જે 1965માં તેના એક પુસ્તકમાં તર્ક આપ્યું હતું કે જાપાની શહેરો પર હુમલો એટલા માટે કરવામાં આવ્યો જેથી યુદ્ધ પછી સોવિયત સંઘ સાથે રાજકીય સોદાબાજી માટે મજબૂત સ્થિતિ હાંસિલ થઈ શકે.


જો કે, પરમાણુ હુમલાના તરત પછી 15 ઓગસ્ટ 1945ના રોજ જાપાને કોઈ પણ પ્રકારની શરત વગર આત્મસમર્પણ કરી દીધું હતું.


6 અને 9 ઓગસ્ટે શું થયું હતું?
6 ઓગસ્ટે સવારે 8.15 વાગ્યે અમેરિકાના ઈનોલા ગે વિમાને હિરોશિમા પર પહેલો પરમાણુ બોમ્બ ઝીંક્યો હતો. એ વખતે તાપમાન 10 લાખ ડિગ્રી સેલ્સિયસથી પણ વધુ ગરમ થઈ ગયું હતું. લગભગ 10 કિમી સુધી બધુ બળીને ખાખ થઈ ગયું હતું. હવાની ગતિ પણ વધી ગઈ હતી. વિસ્ફોટ અને થર્મલ કિરણોથી બિલ્ડીંગના ટુકડા ટુકડા થઈ ગયા હતા.

હિરોશિમાની વસ્તી એ વખતે લગભગ 3 લાખ 50 હજાર હતી. જેમાં 43 હજાર જાપાની સૈનિકો હતા. લિટલ બોયના નામે ઓળખાતા યૂરેનિયમ હથિયારને જ્યારે હિરોશિમામાં ફેંકવામાં આવ્યો, ત્યારે તે 1,850 ફુટની ઊંચાઈએ ફુટ્યો હતો. તેની ક્ષમતા 12.5 કિલોટન TNT બરાબર હતી.
US સ્ટ્રેટેજિક બોમ્બિંગ સર્વે ઓફ 1946એ જણાવ્યું હતું કે, બોમ્બ શહેરના મધ્યથી ઉત્તર પશ્વિમમાં વિસ્ફોટ કરાયો હતો. જેમાં 80,000થી વધુ લોકોના મોત થયા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.

બીજા દિવસે ન્યૂયોર્ક ડેલી ન્યૂઝની હેડલાઈન હતી, બેયર સેક્રેટ વિપન પરમાણુબોમ્બ જાપાન મોસ્ટ ડિસ્ટ્રક્ટિવ ફોર્સ ઈન યૂનિવર્સ. ન્યૂયોર્ક ટાઈમ્સે હેડલાઈન આપીજાપન પર પરમાણુ બોમ્બ ઝીંકાયો; મિસાઈલ 20 હજાર ટન TNT બરાબર હોય છે. ટ્રૂમેનની ચેતવણી બરબાદીની વર્ષા

ત્રણ દિવસ પછી 9 ઓગસ્ટે 11 વાગ્યે (લોકલ ટાઈમ) નાગાસાકી પર બીજો પરમાણુ હુમલો કરાયો. તેની વસ્તી એ વખતે લગભગ 2 લાખ 70 હજાર હતી. સાથે જ નાગાસાકી પર ફેટમેનપ્લૂટોનિયમ બોમ્બ ઝીંકાયો હતો ત્યારે 22 કિલોટન TNT જેવો વિસ્ફોટ થયો. આ હુમલામાં 40,000 હજારથી વધુ લોકોના મોત થયા હતા.

શહેરની સ્થિતિ શું હતી?
વિસ્ફોટ અને ગરમીના કારણે લોકોના શરીર પરથી ચામડી પીગળી રહી હતી. વૃક્ષોના પાન પણ ખરી પડ્યા હતા. એક સોશિયોલોજિસ્ટે જણાવ્યું કે, શહેરનો એક બગીચો લોકોની લાશોથી ભરેલો હતો. ત્યાં મે એક ભયાનક દ્રશ્ય જોયું. ઘણી નાની બાળકીઓ ત્યાં પડેલી હતી, જેમના માત્ર કપડાં જ નહોતા ફાટ્યા પણ શરીર પરથી ચામડી પણ અલગ થઈ ગઈ હતી.
હિરોશિમા આગમાં સળગી રહ્યું હતું. વિસ્ફોટના થોડીક વાર પછીરાખનો વરસાદશરૂ થઈ ગયો. જેમાં રેડિયોએક્ટિવ તત્વ હતા.

adv

Related News

post
post
post
post
post
post
post