• Home
  • News
  • 7th Pay Commission: DA માં વધારો કર્યા બાદ કેન્દ્રીય કર્મચારીઓને આ મુદ્દે સરકારે આપ્યો ઝટકો
post

7th Pay Commission latest news today: સરકારે કેન્દ્રીય કર્મચારીઓના બેસિક પેમાં વધારો કરવાનો ઇનકાર કરી દીધો છે. રાજ્યસભામાં નાણા રાજ્યમંત્રીએ સરકાર તરફથી જવાબ આપ્યો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-29 11:43:03

નવી દિલ્હીઃ 7th Pay Commission latest news today:  કેન્દ્રીય કર્મચારીઓને 1 જુલાઈથી 28 ટકા મોંઘવારી ભથ્થુ આપવાની ખુશખબરી બાદ કેન્દ્ર સરકારે કર્મચારીઓને એક ઝટકો પણ આપ્યો છે. સરકારે સ્પષ્ટ કર્યું કે, કેન્દ્રીય કર્મચારીઓની મંથલી બેસિક સેલેરી વધારવા પર કોઈ વિચાર કરવામાં આવશે નહીં, એટલે કે મંથલી બેસિક સેલેરીમાં કોઈ પ્રકારનો વધારો થશે નહીં. 

બેસિક સેલેરી વધારવા પર વિચાર નહીંઃ સરકાર
આજે એટલે કે 28 જુલાઈએ રાજ્યસભામાં નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ એક સવાલના લેખિત જવાબમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકાર આવી કોઈપણ સ્થિતિ પર વિચાર કરી રહી નથી. તેમણે કહ્યું કે 2.57નું ફિટમેન્ટ ફેક્ટર બધા કેટેગરીના કર્મચારીઓ માટે સમાન રૂપથી માત્ર 7માં કેન્દ્રીય પગાર પંચની ભલામણોના આધાર પર રિવાઇઝ્ડ પે સ્ટ્રક્ચરમાં વેતન નિર્ધારણના ઉદ્દેશ્યથી લાગૂ કરવામાં આવ્યું હતું. 

નાણા રાજ્યમંત્રી સંસદમાં એક સવાલનો જવાબ આપી રહ્યાં હતા. જેમાં પૂછવામાં આવ્યું કે 7માં પગાર પંચની ભલામણોના આધાર પર ફિટમેન્ટ ફેક્ટરની અનુસાર મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતની બહાલી બાદ શું કેન્દ્ર સરકાર હવે કર્મચારીઓના મંથલી બેસિક પે વધારવા પર સક્રિય રૂપથી વિચાર કરી રહી છે. 

સપ્ટેમ્બરમાં આવશે વધારેલો પગાર
તમને જણાવી દઈએ કે કેન્દ્રીય કર્મચારીઓને હાલમાં 17 ટકા ડીએ મળી રહ્યું છે. પરંતુ 1 જુલાઈ 2021થી તેને વધારી 28 ટકા કરી દેવામાં આવ્યું છે. સપ્ટેમ્બર મહિનાની સેલેરીમાં મોંઘવારી ભથ્થુ આવશે. જાન્યુઆરી 2020માં DA 4 ટકા વધ્યું હતું, પછી જૂન 2020માં 3 ટકાનો વધારો થયો હતો. અને જાન્યુઆરી 2021માં 4 ટકાનો વધારો થયો હતો. હવે આ ત્રણેય હપ્તાની ચુકવણી થવાની છે. પરંતુ કર્મચારીઓને હજુ જૂન 2021ના મોંઘવારી ભથ્થાના ડેટાનો ઇંતજાર છે. આ ડેટા જલદી જારી થઈ શકે છે.  AICPI ના આંકડાનું માનીએ તો 7th Pay Commission હેઠળ જૂન 2021માં મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો થઈ રહ્યો છે. જો તેમ થાય તો ડીએ વધીને 31 ટકા પહોંચી જશે. 31 ટકાની ચુકવણી સપ્ટેમ્બરના પગારમાં એક સાથે થશે. 

DA ની સાથે HRA માં પણ વધારો
સરકારે મોંઘવારી ભથ્થામાં વધારાની સાથે કેન્દ્રીય કર્મચારીઓના હાઉસ રેન્ટ એલાઉન્સમાં પણ વધારો કરવાનો આદેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે નિયમ પ્રમાણે HRA એટલા માટે વધારવામાં આવ્યું છે કારણ કે મોંઘવારી ભથ્થુ 25 ટકાથી વધુ ગયું છે. તેથી કેન્દ્ર સરકારે હાઉસ રેન્ટ એલાઉન્ટને વધારી 27 ટકા સુધી કરી દીધુ છે. હકીકતમાં 7 જુલાઈ 2017ના એક આદેશ પ્રમાણે જ્યારે મોંઘવારી બથ્થુ 25 ટકાથી વધુ થઈ જશે. ત્યારે હાઉસ રેન્ટ એલાઉન્ટને રિવાઇઝ કરવામાં આવશે. 1 જુલાઈથી ડીએ વધી 28 ટકા થઈ ગયું છે, તેથી HRA ને રિવાઇઝ કરવો જરૂરી છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post