• Home
  • News
  • 7th Pay Commission: કોરોના સંકટ વચ્ચે સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર, વેરિએબલ મોંઘવારી ભથ્થામાં ધરખમ વધારો
post

કોરોના મહામારી સંકટ વચ્ચે દેશના લાખો કેન્દ્રીય કર્મચારીઓને કેન્દ્ર સરકારે ખુશખબર આપ્યા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-25 11:39:58

7th Pay Commission Latest Updates: કોરોના મહામારી સંકટ વચ્ચે દેશના લાખો કેન્દ્રીય કર્મચારીઓને કેન્દ્ર સરકારે ખુશખબર આપ્યા છે. સરકારે કર્મચારીઓને મળનારા વેરિએબલ મોંઘવારી ભથ્થા(Variable Dearness Allowance-(VDA) માં વધારાની જાહેરાત કરી છે. સરકારની આ જાહેરાતથી લગભગ દોઢ કરોડ કેન્દ્રીય કર્મચારીઓના ચહેરા પર હાસ્ય આવશે. તેનો ફાયદો કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને પણ થશે. કર્મચારીઓના પગાર ઉપરાંત તેમના પ્રોવિડન્ડ ફંડ અને ગ્રેચ્યુઈટી ઉપર પણ આ નિર્ણયની અસર જોવા મળશે. 

બમણું થયું વેરિએબલ મોંઘવારી ભથ્થું
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે કેન્દ્રીય કર્મચારીઓ માટે વેરિએબલ મોંઘવારી ભથ્થા(Variable dearness allowance) માં વધારો કર્યો છે. કર્મચારીઓને વેરિએબલ મોંઘવારી ભથ્થું હે પહેલા 105 રૂપિયા મહિના પ્રમાણે મળતું હતું તે હવે વધીને બમણું થયું છે. એટલે કે હવે 210 રૂપિયા દર મહિને મળશે. 

1.5 કરોડ કર્મચારીઓને મળશે લાભ
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં આ વધારો 1 એપ્રિલ 2021થી લાગુ થશે. આ વધારાથી કેન્દ્રીય કર્મચારીઓના ન્યૂનતમ વેતન  (Minimum Wage) માં પણ ઉછાળો આવશે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયના આ નિર્ણયથી કેન્દ્ર સરકાર, રેલવે, ખનન, ઓઈલ ફિલ્ડ્સ, બંદરો અને કેન્દ્ર સરકાર સંલગ્ન અન્ય કાર્યાલયોમાં કામ કરનારા લગભગ 1.5 કરોડ કર્મચારીઓને તેનો સીધો ફાયદો મળે તેવી આશા છે. કેન્દ્ર સરકારના જણાવ્યાં મુજબ વેરિએબલ મોંઘવારી ભથ્થામાં વધારાનો ફાયદો કોન્ટ્રાક્ટ અને હંગામી રીતે કાર્યરત કર્મચારીઓ (contract and casual employees/workers) ને પણ મળશે.

PF, ગ્રેચ્યુઈટીમાં પણ વધારો થશે
વેરિએબલ મોંઘવારી ભથ્થાને સરેરાશ Consumer Price Index for Industrial Workers (CPI-IW) ના આધારે નક્કી કરાય છે. જેને લેબર બ્યૂરો તૈયાર કરે છે. મંત્રાલય તરફથી કહેવાયું છે કે નવા વેરિએબલ મોંઘવારી ભથ્થા (VDA) માટે જુલાઈથી ડિસેમ્બર 2020ની સરેરાશ Consumer Price Index for Industrial Workers (CPI-IW) નો ઉપયોગ કરાયો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ વેરિએબલ મોંઘવારી ભથ્થામાં વધારાનો ફાયદો પ્રોવિડન્ડ ફંડ, ગ્રેચ્યુઈટી અને અન્ય લાભ ઉપર પણ થશે જે સીધી રીતે DA સાથે જોડાયેલા છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post