• Home
  • News
  • દર મિનિટે 9.5 લિટર પાણી, છતાં ટ્રમ્પને માથું ધોવામાં તકલીફ, કાયદો બદલશે, ઊર્જા વિભાગે શાવર વોટરના નિયમ બદલવાનો પ્રસ્તાવ રજૂ કર્યો
post

અમેરિકામાં 28 વર્ષ જૂનો શાવર વોટર કાયદો બદલવા પ્રસ્તાવ

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-17 09:56:22

વોશિંગ્ટન: અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નહાતી વખતે માથું ધોવામાં તકલીફ પડતી હોવાથી સરકારે હવે શાવર વોટર પ્રેશરના નિયમો બદલવાની યોજના ઘડી છે. તે માટે ઊર્જા વિભાગે પ્રસ્તાવ પણ રજૂ કરી દીધો છે. અમેરિકામાં 1992ના એક કાયદા મુજબ શાવરહેડ્સ દ્વારા દર મિનિટે 9.5 લિટરથી વધુ પાણી ન છોડવું જોઇએ. ટ્રમ્પ કહે છે કે, ‘શાવરહેડ્સની આ લિમિટ વધારવી જોઇએ. હું માથું ધોવા જાઉં ત્યારે પાણી બરાબર આવતું જ નથી. હાથ ધોવા માટે પણ પાણી ઓછું પડે છે. એવામાં હું શું કરું? વધુ સમય સુધી શાવરહેડ નીચે ઊભો રહું? હું બીજા વિશે નથી જાણતો. હા, મારા વાળ બરાબર રહેવા જોઇએ.

બીજી તરફ ગ્રાહક અધિકારો માટે કામ કરતા સંગઠનોનું કહેવું છે કે નિયમો બદલવાથી પાણીનો વધુ બગાડ થશે. એક ઊર્જા સંરક્ષણ જૂથના કાર્યકારી નિયામક એન્ડ્રયૂ ડેલાસ્કીએ કહ્યું કે સરકારનો પ્રસ્તાવ મૂર્ખામીભર્યો છે.

રાષ્ટ્રપતિ સારી રીતે શાવર લેવા ઇચ્છતા હોય તો અમે તેમને સારા શાવરહેડની માહિતી આપતી કન્ઝ્યૂમર વેબસાઇટ વિશે જણાવી શકીએ છીએ. ગ્રાહક નિષ્ણાત ડેવિડ ફ્રાઇડમેને કહ્યું કે અમેરિકામાં ઘરોમાં સારી ક્વોલિટીના શાવરહેડ છે. તેની સામે સવાલ ઉઠાવી શકાય તેમ નથી. કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે મામલો કોર્ટમાં પણ જઇ શકે છે. ગત વર્ષે ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં વ્યવસાયીઓની એક બેઠકમાં એમ કહીને સૌને ચોંકાવી દીધા હતા કે લોકો 10-15 વખત ટોઇલેટ ફ્લશ કરે છે જ્યારે તે એક વારમાં થઇ જવું જોઇએ.

adv

Related News

post
post
post
post
post
post
post