• Home
  • News
  • કેન્યામાં ઘરમાં પડેલા વધારાનાં લાકડાંમાંથી 9 વર્ષના છોકરાએ હાથ ધોવાનું મશીન બનાવ્યું
post

સ્ટીફનને પ્રેસિડેન્શિયલ અવોર્ડથી સન્માનિત કરવામાં આવશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-08 10:33:39

કોરોના ટાઈમમાં કેન્યાના એક 9 વર્ષના છોકરાએ હાથ ધોવાનું મશીન બનાવ્યું છે. આ મશીન બદલ તેને પ્રેસિડેન્શિયલ અવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. સ્ટીફન વામુકોટાએ ઘરમાં બારી બનાવવા માટે રાખેલા લાકડાંમાંથી આ મશીન બનાવ્યું છે. આ મશીનમાં બે બાજુએ લાકડાંના સ્ટેપ છે જે પગેથી પ્રેસ કરતા સાબુ અને પાણી હાથ પર પડે છે. 

સ્ટીફન વેસ્ટર્ન કેન્યામાં બુનગોમાં જીલ્લામાં રહે છે. મીડિયા રીપોર્ટ પ્રમાણે, હેન્ડ વોશિંગ મશીનમાં તેણે હેન્ડ વોશિંગ મશીન બનાવતા સમયે વધેલા લાકડાં, ખીલ્લીઓ અને વોટર ટેન્કનો ઉપયોગ કર્યો છે. તેન પિતાએ આ લાકડાં ઘરમાં બારી બનાવવા માટે સાચવીને રાખ્યા હતા. સ્ટીફને ટીવી પર કોરોનાથી બચવા માટેના પ્રોગ્રામ જોયા અને તેને આ આઈડિયા આવી ગયો. 

સ્ટીફનના પિતા જેમ્સે કહ્યું કે, જે સમયે અમારા રાષ્ટ્રપતિએ દેશમાં કોરોના ફેલાયો હોવાની વાત કહી ત્યારે મારા દીકરાએ હેન્ડ વોશિંગ મશીનનું વિચારી લીધું. મને પણ વિશ્વાસ નથી થતો કે તેણે ઘરમાં પડેલી વસ્તુઓમાંથી જ મશીન બનાવી દીધું. આ મશીન લાકડાંનું છે. શરૂઆતમાં મશીનમાં થોડા પ્રોબ્લેમ આવતા હતા પણ હાલ તે એકદમ સારું ચાલે છે. સ્ટીફનને પ્રેસિડેન્શિયલ અવોર્ડની સાથે બુનગોમાં જીલ્લા તરફથી પ્રાઈમરી અને સેકન્ડરી એજ્યુકેશન ફંડ પણ મળશે. જેમ્સ આ ફંડથી તેના દીકરાનું એન્જિનિયર બનવાનું સપનું પૂરું કરશે. મને મારા દીકરા પર ગર્વ છે. 

ઉલ્લેખનીય છે કે, કેન્યામાં અત્યાર સુધી 2600 કેસ સામે આવી ગયા છે અને 83 લોકોનાં મોત થયા છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post