• Home
  • News
  • ગર્લફ્રેન્ડને 900 કરોડની પ્રોપર્ટી આપી:ઇટાલીના પૂર્વ PMએ મૃત્યુ સમયે ગર્લફ્રેન્ડને પત્ની બનાવી લીધી, 54 હજાર કરોડથી વધુની સંપત્તિ
post

બર્લુસ્કોની ખૂબ ધનિક હતા. તેનું ઉદાહરણ એ છે કે 1986થી 2017 સુધી તેમની કંપની એસી મિલાન જેવી અબજ ડોલરની ફૂટબોલ ક્લબ ચલાવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-10 19:41:19

ઈટાલીના દિવંગત પૂર્વ વડાપ્રધાને તેમની 33 વર્ષની ગર્લફ્રેન્ડને 905 કરોડ રૂપિયાની સંપત્તિ આપી દીધી છે. 17 વર્ષ સુધી ઈટાલીના વડાપ્રધાન રહેલા સિલ્વિયો બર્લુસ્કોનીનું આ વર્ષે 12 જૂને અવસાન થયું હતું. તેમની ઉંમર 86 વર્ષની હતી.

વસિયતનામામાં તેમની સંપત્તિ 6 બિલિયન યુરો એટલે કે 54 હજાર કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે. સિલ્વિયો બર્લુસ્કોનીની ગર્લફ્રેન્ડનું નામ ફાસિના જણાવવામાં આવી રહ્યું છે. બંનેના સંબંધો માર્ચ 2020માં શરૂ થયા હતા. જો કે તેઓ ક્યારેય પરણ્યા ન હતા, બર્લુસ્કોનીએ તેમની અંતિમ ક્ષણોમાં ફાસિનાને તેમની પત્ની તરીકે ઉલ્લેખ કર્યો હતો.

ઇટાલિયન સાંસદ બર્લુસ્કોનીની ગર્લફ્રેન્ડ
ફાસિના 2018ની સામાન્ય ચૂંટણીથી ઇટાલીના સંસદના નીચલા ગૃહના સભ્ય છે. તે ફોર્ઝા ઇટાલિયા પાર્ટીની સભ્ય છે, જેની સ્થાપના બર્લુસ્કોની દ્વારા 1994માં કરવામાં આવી હતી.

બર્લુસ્કોની પછી, તેમનો વ્યવસાય મેરીકા અને પિયર સિલ્વીઓ દ્વારા સંભાળવામાં આવશે, જે તેમના 5 બાળકોમાં સૌથી મોટા છે. તે બંને વ્યવસાયમાં પહેલેથી જ એક્ઝિક્યુટિવ ભૂમિકાઓ ધરાવે છે. ફેમિલી બિઝનેસમાં તેમનો હિસ્સો 53 ટકા રહેશે. મંગળવારે તેમના પાંચ બાળકો વચ્ચે તેમનું વસિયતનામું વાંચવામાં આવ્યું હતું. બર્લુસ્કોનીએ 2 લગ્ન કર્યા હતા.

સિલ્વીયો બર્લુસ્કોનીને રાજીનામું આપવાની ફરજ પડી હતી...
2011માં ખુરશી ગુમાવ્યા બાદ તેમના પર સેક્સ સ્કેન્ડલ, ભ્રષ્ટાચાર અને ટેક્સ ફ્રોડના ઘણા આરોપો લાગ્યા હતા. આ છતાં, બર્લુસ્કોનીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- 'હું રાજકારણ જાણું છું, કારણ કે એક મીડિયા ટાયકૂન તરીકે મેં નેતાઓને ખૂબ નજીકથી સમજ્યા છે.'

·         1936માં જન્મેલા બર્લુસ્કોનીએ શરૂઆતમાં પ્રોપર્ટી ડેવલપમેન્ટમાં કામ કર્યું હતું. આ પછી મીડિયાસેટ નામની બ્રોડકાસ્ટિંગ કંપનીની રચના કરવામાં આવી.

·         બર્લુસ્કોની ખૂબ ધનિક હતા. તેનું ઉદાહરણ એ છે કે 1986થી 2017 સુધી તેમની કંપની એસી મિલાન જેવી અબજ ડોલરની ફૂટબોલ ક્લબ ચલાવી હતી. 1993માં તેમણે ફોર્ઝા ઈટાલિયા પાર્ટીની રચના કરી અને થોડા વર્ષો પછી વડાપ્રધાન બન્યા.

·         બર્લુસ્કોની ત્રણ વખત વડાપ્રધાન રહ્યા હતા. જ્યારે તેઓ 2001થી 2006 સુધી વડાપ્રધાન હતા, ત્યારે તેમણે ઇટાલીના નાણાકીય ક્ષેત્રને યુરોપમાં સૌથી શક્તિશાળી બનાવ્યું હતું. 2008માં તેઓ ત્રીજી વખત વડાપ્રધાન બન્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post