• Home
  • News
  • દેશમાં 91% ઈન્જેક્શન ડ્રગ્સ લેવા જ વપરાયા, દર બીજી વ્યક્તિ હેપેટાઈટિસ Cથી સંક્રમિત, ચિંતાજનક રિપોર્ટ
post

સારવારના અભાવે હેપેટાઇટિસ Cનો ચેપ લાંબા સમય સુધી રહે છે : અભ્યાસ

Written By newsonline | Ahmedabad | Published: 2023-12-14 20:22:11

એક ચોકાવનારા રિસર્ચ દ્વારા પ્રકાશિત થયેલા રિપોર્ટમાં સામે આવ્યું છે કે દેશમાં ડ્રગ્સ લેવા માટે 91 ટકા ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે, જેને કારણે આશરે દર બીજો વ્યક્તિ  હેપેટાઇટિસ Cથી સંક્રમિત થઈ રહ્યો છે. હેપેટાઇટિસ C ચેપની ઘટનાઓ HIVવી કરતા અનેક ગણી વધારે છે. જોકે આ લોકો સમયસર તપાસ કે સારવાર કરાવતા નથી. જે લોકો ડ્રગ્સથી દુર છે તેમને આ બીમારીનું સૌથી મોટું જોખમ છે. 

ઇન્જેક્શનથી ડ્રગ્સ લેનારાઓમાં આ ચેપ વૃદ્ધોથી લઈને યુવાનોમાં ફેલાઈ રહ્યો છે

દિલ્હી AIIMS અને બેંગ્લોર સ્થિત NIMHANS દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સારવારના અભાવે હેપેટાઇટિસ Cનો ચેપ લાંબા સમય સુધી રહે છે. આ લોકો જાતીય સંબંધો દ્વારા અન્ય લોકોને ચેપ લગાવી શકે છે. આટલું જ નહીં, હેપેટાઇટિસ cના ચેપથી છુટકારો મેળવવા માટે રાષ્ટ્રીય સ્તરે એક કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ ઇન્જેક્શનથી ડ્રગ્સ લેનારાઓમાં આ ચેપ વૃદ્ધોથી લઈને યુવાનોમાં ફેલાઈ રહ્યો છે.

56 ટકામાં એન્ટિબોડીઝ જોવા મળ્યું  

ઈન્ડિયન જર્નલ ઑફ મેડિકલ રિસર્ચમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસ અનુસાર  સંશોધકોએ 1 જાન્યુઆરી, 2016 અને જાન્યુઆરી 1, 2021 વચ્ચે 2,600થી વધુ લોકોની નોંધણી કરી હતી, પરંતુ તમામના  તબીબી દસ્તાવેજોની તપાસ કર્યા પછી, 391 લોકો પર અભ્યાસ આગળ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વિશ્લેષણ દરમિયાન, સંશોધકોએ શોધી કાઢ્યું કે 220 (56.26 ટકા) લોકોમાં હેપેટાઇટિસ C વાયરસના એન્ટિબોડીઝ હાજર હતા, જ્યારે 109 એટલે કે 27.87 ટકા લોકો હેપેટાઇટિસ Cથી સંક્રમિત હોવાનું જણાયું હતું.

નવા રાજ્યોમાં વ્યસનનો પગ પેસારો 

સંશોધકોના મતે ઈન્જેક્શન દ્વારા ડ્રગ્સ લેવાની લત ઝડપથી વધી રહી છે. થોડા સમય અગાઉ  આ વ્યસન દેશના ઉત્તર અને ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં સૌથી વધુ પ્રચલિત હતું, પરંતુ તાજેતરમાં તમામ રાજ્યોમાં ઇન્જેક્શનના અસુરક્ષિત ઉપયોગને કારણે વિવિધ રોગોનો શિકાર બનેલા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.


adv

Related News

post
post
post
post
post
post
post