• Home
  • News
  • નવી દિલ્હીમાં રવિવારે સવારે 3 કલાકનાં તોફાની વરસાદમાં મિન્ટો રોડ અંડરબ્રિજમાં પાણી ભરાતા 30 વર્ષ પહેલાનું પુનરાવર્તન જોવા મળ્યું હતું
post

બંને તસવીર દિલ્હીના મિન્ટો બ્રિજની છે. બંને તસવીર વચ્ચે 30 વર્ષનું અંતર છે પણ સમસ્યા સમાન છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-20 08:52:39

નવી દિલ્હી: રવિવારની સવાર દિલ્હી અને એનસીઆર માટે આફતરૂપ પુરવાર થઈ હતી. ત્રણ કલાકના વરસાદમાં મિન્ટો રોડ અંડરબ્રિજમાંથી પસાર થઈ રહેલી બસ પાણીમાં ડૂબી ગઈ હતી. જો કે સદનસીબે બસમાં કોઈ યાત્રી નહોતા પરંતુ આ બ્રિજમાં પાણીમાં ફસાયેલા એક ટેમ્પો ડ્રાઈવરનું ડૂબી જતા મોત થયું હતું. બીજીબાજુ આઈટીઓ પાસે અન્નાનગરમાં ભારે વરસાદને કારણે જમીન ધસી પડતાં 8થી 10 ઘર વહી ગયા હતા. મિન્ટો રોડ અંડરબ્રિજની સમસ્યા 30 વર્ષ જૂની છે. ઉપરોક્ત તસવીર તેનો પુરાવો છે. નવી દિલ્હી મહાનગર પાલિકા દ્વારા આટલા વર્ષોમાં જાણે કશું કામ જ થયું નથી. 

સ્કાયમેટના જણાવ્યા મુજબ રવિવારે થયેલો વરસાદ 5 વર્ષમાં એક દિવસમાં થયેલો સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદને કારણે 5 મકાન વહી ગયા હતા. આસામમાં પણ પૂરની સ્થિતિ ખરાબ છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post