• Home
  • News
  • ભારત સહિત 16 દેશોની સ્ટડી / 50 દિવસ કડકાઇ, 30 દિવસ છૂટથી જીવ-અર્થતંત્ર બચાવી શકાય
post

લોકડાઉનમાં કોઇ પણ સંજોગોમાં સંપૂર્ણપણે છૂટ આપવી જોઇએ નહીં

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-21 11:42:29

લંડન: કોરોના સંકટ દરમિયાન જો 50 દિવસ સુધી કડક લોકડાઉન અને ત્યાર બાદ 30 દિવસ જરૂરી કામો માટે આંશિક છૂટનો ઉપાય અપનાવાય તો કોરોનાથી થનારા મોતોમાં બહુ ઘટાડો થઇ શકે છે. તે ઉપરાંત અર્થવ્યવસ્થાને નુકસાનથી પણ બચાવી શકાય છે. સાથે જ લોકોની નોકરીઓ પણ ગુમાવવી નહીં પડે.


નહીંતર સંક્રમણ અને મોતનો આંકડો વધી શકે
આ ફોર્મ્યુલા યુરોપિયન યુનિયન અને કેમ્બ્રિજના વિજ્ઞાનીઓએ ભારત, પાકિસ્તાન, ઇટાલી, ફ્રાન્સ સહિત 16 દેશોની ચકાસણી બાદ સુચવી છે. તેમનું કહેવું છે કે કોરોનાની રસી આવતા આશરે એક વર્ષ લાગશે. તેથી 50/30ની ફોર્મ્યુલા કોરોના વાઇરસને હરાવવાનો સૌથી અસરકારક અને સુરક્ષિત ઉપાય છે. એટલે 50 દિવસ કડક લોકડાઉન પછી 30 દિવસની આંશિક છૂટ. પરંતુ ધ્યાન રાખવું પડશે કે લોકડાઉનમાં કોઇ પણ સંજોગોમાં સંપૂર્ણપણે છૂટ આપવી જોઇએ નહીં. નહીંતર સંક્રમણ અને મોતનો આંકડો વધી શકે છે.

adv

Related News

post
post
post
post
post
post
post