• Home
  • News
  • 68 વર્ષની ઉંમરમાં આવો જુસ્સો:વિશ્વના સૌથી ખતરનાક ટ્રેક પર નાસિકની મહિલાએ ચઢાણ કર્યું, 170 મીટરની સીધી ઉંચાઈ માટે 117 સીડીઓ ચઢ્યા
post

હર્ષગઢના ચઢાણને હિમાલયન માઉન્ટેનિયર વિશ્વનો સૌથી ખતરનાક ટ્રેક માને છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-14 10:24:51

નાસિકથી 60 કિમી દૂર આવેલા હરિહર કિલ્લાને વિશ્વનો સૌથી ખતરનાક ટ્રેક ગણવામાં આવે છે. આ કિલ્લા સુધી પહોંચવાનો રેકોર્ડ 68 વર્ષીય મહિલાએ બનાવ્યો છે. આ કિલ્લો હર્ષગઢના નામથી પણ જાણીતો છે. મહિલાનો કિલ્લાના ટોપ પર પહોંચવાનો વીડિયો વાઈરલ થયો છે. ટ્વિટર યુઝર્સ તેમના આ સાહસની પ્રશંસા કરી રહ્યાં છે.

આ મહિલાનું નામ આશા અમ્બાડે છે. વીડિયોમાં તે સીડી દ્વારા કિલ્લા પર ચડતા જોવા મળી રહ્યાં છે. તેમની સાથે તેમના પરિવારના કેટલાક સભ્યો અને તેમનો પુત્ર મૃગાંશ પણ હતા. હર્ષગઢના ચઢાણને હિમાલયન માઉન્ટેનિયર વિશ્વનો સૌથી ખતરનાક ટ્રેક ગણે છે. આ પડકારને પુરો કરીને આશા જેવી ટોપ પર પહોંચી તેમની સાથે આવેલા લોકોએ તાળીઓ અને સીટી વગાડીને તેમનું સ્વાગત કર્યું. કિલ્લાના શિખર પર પહોંચીને તેમણે ત્યાં આવેલા ભોળાનાથના મંદિરમાં દર્શન કર્યા અને શિવાજી મહારાજની જય બોલાવી.

ટ્વિટર પર થઈ રહી છે પ્રશંસા
વીડિયોને મહારાષ્ટ્ર સૂચના કેન્દ્રના દયાનંદ કાંબલેએ ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો. તેમણે ક્લિપ શેર કરી હતી.

સૌથી પહેલા ડગ સ્કોટે કર્યું હતું ચઢાણ
આ કિલ્લો એક વર્ટિકલ પહાડી પર સ્થિત છે અને તેની પર ચઢવા માટે નાની-નાની સીડીઓ બનાવવામાં આવી છે. તેનો શેપ પ્રિઝ્મ જેવો છે. આ કિલ્લાનો એક વર્ટિકલ ડ્રોપ છે, જ્યાંથી તેના બેઝમાં આવેલું નિરગુડપાડા ગામ દેખાય છે. તેની પર સૌથી પહેલા 1986 ડગ સ્કોટે(હિમાલયન માઉન્ટેનિયર) ટ્રેકિંગ કર્યું હતું, આ કારણે તેને સ્કોટિશ કડા પણ કહેવામાં આવે છે. આ ચઢાણ પુરુ કરવામાં તેમને બે દિવસ લાગ્યા હતા.

117 સીડીથી કાપવાનું હોય છે 170 મીટર અંતર
જમીનથી 170 મીટરની ઉંચાઈ પર આવેલો આ કિલ્લો બે તરફથી 90 ડિગ્રી સીધો અને ત્રીજી તરફ 75 ડિગ્રી પર સ્થિત છે. તેની પર ચઢવા માટે 117 સીડી છે. ટ્રેક ચિમની સ્ટાઈલમાં છે, લગભગ 50 સીડી ચઢ્યા પછી મુખ્ય દરવાજો આેવે છે, જે આજે પણ સારી સ્થિતિમાં છે.

કિલ્લાના ટોપ પર હનુમાન અને ભોળાનાથનું મંદિર
અહીં સુધી ચઢ્યા પછી આગળના દાદરા એક ખડકની અંદરથી પસા થાય છે અને તમને કિલ્લાના ટોપ સુધી પહોંચાડે છે. અહીં હનુમાન અને શિવના નાના મંદિર છે. આ સિવાય મંદિરની પાસે એક નાનું તળાવ પણ છે. તેનું પાણી એટલું ચોખ્ખું છે કે પી પણ શકાય છે. અહીંથી આગળ જવા પર બે રૂમનો એક નાનો મહેલ દેખાય છે, જેમાં 10-12 લોકો રોકાઈ શકે છે.

adv

Related News

post
post
post
post
post
post
post