• Home
  • News
  • ફિલિપાઈન્સમાં 7.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
post

ફિવોલ્કસે કહ્યું કે, 7.3 તીવ્રતાના આંચકો આવવા છતાં દેશમાં કોઈ જાનમાલને નુકસાન થયું નથી

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-18 19:24:56

મનિલા: આજે ફિલિપાઈન્સના દાવોઓ ઓક્સિડેન્ટલ નજીક 7.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ફિલિપાઈન્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વોલ્કેનોલોજી એન્ડ સિસ્મોલોજી (ફિવોલ્ક્સ)એ એક બુલેટિન દ્વારા આ ભૂકંપની જાણકારી આપી છે. 

ફિલિપાઈન્સમાં 7.3ની ભૂકંપનો આંચકો ત્યાંના સમય મુજબ 2.06 કલાકે અનુભવાયો હતો. આ ભૂકંપના આંચકો દાવોઓ ઓક્સિડેન્ટલ પ્રાંતના સારંગાની નગરથી લગભગ 352 કિમી દક્ષિણપૂર્વમાં 64 કિમીની ઊંડાઈએ આવ્યો હતો. ફિલિપાઈન્સના અન્ય મોટા ટાપુઓ પર પણ ભૂકંપના આંચકો અનુભવાયો હતો.

જોકે ફિવોલ્કસે કહ્યું કે, 7.3 તીવ્રતાના આંચકો આવવા છતાં દેશમાં કોઈ જાનમાલને નુકસાન થયું નથી. ફિવોલ્કસના સિસ્મોલોજી જોન ડેક્સિમોએ જણાવ્યું કે, ભૂકંપ બાદ દરિયાની સપાટીમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.