• Home
  • News
  • ટૂંક સમયમાં કિઆ સોનેટનું 7 સીટર વર્ઝન આવશે, 10.21 લાખ રૂપિયામાં લોન્ચ થવાની શક્યતા
post

કંપનીએ આ કારમાં 1.5 લિટરની કેપેસિટીની સ્માર્ટ સ્ક્રીન ડ્યુઅલ CVVT એન્જિનનો ઉપયોગ કર્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-10 16:48:17

કિઆ મોટર્સ સાઉથ કોરિયાની ઓટોમોબાઇલ કંપની છે. જેણે થોડા સમય પહેલાં જ ઇન્ડિયન માર્કેટમાં પ્રવેશ કર્યો છે. કંપનીની ગાડીઓ ખૂબ જ ઓછા સમયમાં લોકોમાં ખૂબ પસંદ આવી રહી છે. કિઆએ ગયા વર્ષે જ તેની કિયા સોનેટને ભારતમાં લોન્ચ કરી હતી. કંપની હવે કિઆ સોનેટનું 7 સીટર વર્ઝન લોન્ચ કરવા જઈ રહી છે.

કિઆ સોનેટ 7 સીટર વર્ઝનનાં ફીચર્સ
આ નવી 7 સીટર કિઆ સોનેટમાં કંપનીએ સનરૂફ કાઢી નાખ્યું છે, જેનાથી થર્ડ સીટ રોમાં ACનું કૂલિંગ પહોંચી શકે. તેની સેરન્ડ રો સીટને તમે રિક્લાઇન કરી શકો છો અને તેના AC વેન્ટ્સને હેડરેસ્ટમાં આપવામાં આવ્યા છે. આ SUVમાં કનેક્ટિવિટી ફીચર્સ તરીકે બ્લૂટૂથ, વોઇસ રેકોગ્નાઇઝેશન, USB અને 10.25 ઇંચની LCD ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન આપવામાં આવી છે, જેને તમે એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટોથી કનેક્ટ કરી શકશો.

સેફ્ટી ફીચર્સ
સેફ્ટી ફીચર્સની તરીકે આ SUVમાં ઇલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રિબ્યુશન (EBD), એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS), બ્રેક આસિસ્ટ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કન્ટ્રોલ, હિલ આસિસ્ટ કન્ટ્રોલ, ઇમર્જન્સી સ્ટોપ સિગ્નલ, રિઅર કેમેરા, ડાયનેમિક પાર્કિંગ ગાઇડ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, રિમોટ એન્જિન સ્ટાર્ટ અને વાયરલેસ ફોન ચાર્જર જેવાં સ્પેશિયલ ફીચર્સ આપવામાં આવ્યાં છે.

એન્જિન ડિટેલ્સ
કંપનીએ આ કારમાં 1.5 લિટરની કેપેસિટીની સ્માર્ટ સ્ક્રીન ડ્યુઅલ CVVT એન્જિનનો ઉપયોગ કર્યો છે, જે 115PS પાવર અને 144Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનમાં 6-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. કંપનીએ આ SUVમાં 6 કલરનો ઉપયોગ કર્યો છે, જેમાં સ્ટીલ સિલ્વર, ક્લિયર વ્હાઇટ, ઇન્ટેલિજન્સ બ્લુ, ઇન્ટેન્સ રેડ, બીજ ગોલ્ડ અને ઓરોરા બ્લેક પર્લ જેવા રંગો સામેલ છે.

કિંમત
કંપનીએ તેનું 7 સીટર મોડેલને ઇન્ડોનેશિયામાં 199,500,000 (ઇન્ડોનેશિયન રૂપિયા) સાથે લોન્ચ કર્યું છે, જેની કિંમત ભારતીય રૂપિયાના આશરે 10.21 લાખ રૂપિયા હશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post