• Home
  • News
  • સિરીયાના આફરીન જીલ્લામાં ફ્યુઅલ ટેન્કમાં બોમ્બ લગાવી વિસ્ફોટ કરાયો, 36 લોકોના મોત
post

બ્રિટન સ્થિત સિરીયન ઓબ્ઝર્વેટરી ફોર હુમન રાઈટ્સે માહિતી આપી

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-29 09:08:38

ઉત્તર સિરીયાના આફરીન જીલ્લામાં મંગળવારે ફ્યૂઅલ ટેન્કમાં બોમ્બ લગાવી કરવામાં આવેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 36 લોકોના મોત થયા છે. આ હુમલામાં તુર્કીથી સમર્થન પ્રાપ્ત છ વિદ્રોહી લડાકુ પણ માર્યા ગયા છે, તેમ સ્થાનિક મોનિટરે આ માહિતી આપી હતી.

બ્રિટન સ્થિત સિરીયાન ઓબ્ઝર્વેટરી ફોર હૂમન રાઈટ્સના હેડ રામી અબ્દુલ રહેમાને કહ્યું કે આફરીન શહેરમાં માર્કેટમાં ફ્યુઅલ ટેન્કમાં બોમ્બ લગાવી આ વિસ્ફોટ કરવામાં  આવ્યો હતો. આ ઘટનામાં 40 લોકોને ઈજા પહોંચી હતી. મૃત્યુઆંક વધી શકે છે કારણ કે કેટલાક લોકોની સ્થિતિ ગંભીર છે. આ વિસ્ફોટની જવાબદારી હજુ સુધી કોઈ સંગઠને લીધી નથી.

તુર્કીએ કહ્યું- હુમલા પાછળ કુર્દ જવાબદાર

આફરીન શહેરને તુર્કીના સૈનિકો અને તેના સહયોગી વિદ્રોહિયોએ માર્ચ, 2018માં બે મહિના સુધી હવાઈ અને જમીની હુમાલ બાદ કુર્દ લડાકુઓ પાસેથી છીનવી લીધુ હતું. તુર્કીની ડિફેન્સ આર્મીએ આ હુમલા પાછળ કુદ્ર લડાકુના પીપલ પ્રોટેક્શન યુનિટ (વાઈપીજી) જવાબદાર હોવાનું કહ્યું છે. 

સિરીયામાં ગૃહયુદ્ધમાં 3.80 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે
છેલ્લા ત્રણ દાયકાથી અહીં લોહિયાળ વિદ્રોહ પીકેકે કરી રહ્યું છે. જાન્યુઆરીમાં સિરીયાના બીજા ઉત્તરી શહેરમાં એક કાર બોમ્બ વિસ્ફોટમાં સાત લોકોના મોત થયા હતા. આ શહેર પણ તુર્કી સમર્થિત વિદ્રોહિયોના કબ્જામાં છે. સિરીયામાં ચાલી રહેલા ગૃહયુદ્ધમાં 2011થી અત્યાર સુધીમાં 3 લાખ 80 હજાર લોકોએ જીવ ગુમાવ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post