• Home
  • News
  • સંસદમાં પિતા-પુત્રીની જોડી, પિતા ગુજરાતના નવસારીથી લોકસભા લડશે, પુત્રી આ બેઠક પરથી લડશે ચૂંટણી?
post

ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ મૂળ તો મહારાષ્ટ્રના જલગાંવના રહીશ છે. તેમને ત્રણ પુત્રીઓ અને એક પુત્ર છે. મોટી પુત્રી ભાવિની સાથે ધરતી દેવરે પણ મહારાષ્ટ્રના રાજકારણમાં સક્રિય છે.

Written By newsonline | Ahmedabad | Published: 2024-03-09 15:16:21

 

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગવાના શરૂ થઈ ગયા છે. જેમાં ચૂંટણી પંચ 10થી 15 માર્ચની વચ્ચે લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાત કરી શકે છે. તેની વચ્ચે આ વખતે સામે આવી રહ્યું છે આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપ સૌથી વધારે મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારી શકે છે. ગુજરાતની સાથે સાથે મહારાષ્ટ્રમાં પણ ભાજપ મિશન 45ની કવાયતમાં જોડાઈ ગયું છે. ભાજપ આ વખતે સૌથી વધુ મહિલાઓને ટિકિટની ફાળવણી કરી શકે છે. ભાજપ, શિંદેની શિવસેના, એનસીપી વચ્ચે સીટ શેરિંગની ચર્ચા થઈ ગઈ છે. જેમાં એક નામ ઉડીને આંખે વળગે તેવું છે. તે નામ છે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની પુત્રી ધરતી પાટીલનું. એવું સાંભળવામાં આવી રહ્યું છેકે ભાજપ ધરતી પાટીલને મહારાષ્ટ્રમાંથી ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારી શકે છે.

નવસારી લોકસભા બેઠક પર સી.આર.પાટીલનો જાદુ:

પોલીસ કોન્સ્ટેબલની નોકરી છોડીને રાજકારણમાં આવેલા સી.આર.પાટીલ અત્યારે ગુજરાતમાં સૌથી મોટું નામ બની ગયા છે. કેમ કે ભાજપને ગુજરાતમાં 156 બેઠકો જીતાડવામાં તેમનો સિંહફાળો રહેલો છે. સી.આર. પાટીલનો નવસારીની બેઠક પર સતત ત્રણ વખત જંગી વિજય થયેલો છે. 2008માં અસ્તિત્વમાં આવેલી નવસારી બેઠક પર 2009માં પહેલીવાર લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં સી.આર.પાટીલનો 1 લાખ 32 હજાર 643 મતથી વિજય થયો હતો. જ્યારે 2014માં વિજયની સરસાઈ 5 લાખ 58 હજાર 116 સુધી પહોંચી ગઈ. 2019માં પણ સી.આર.પાટીલે આ બેઠક પરથી ફરી ઝંપલાવ્યું અને રેકોર્ડબ્રેક 6 લાખ 89 હજાર 688 મતથી વિજય થયો હતો.

સંસદમાં પિતા-પુત્રીની જોડી જોવા મળી શકે:
સી.આર.પાટીલ મૂળ તો મહારાષ્ટ્રના જલગાંવના રહીશ છે. તેમને ત્રણ પુત્રીઓ અને એક પુત્ર છે. મોટી પુત્રી ભાવિનીની સાથે ધરતી પણ મહારાષ્ટ્રના રાજકારણમાં સક્રિય રીતે કામ કરી રહીછે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે ધરતી દેવરે લોકસભા ચૂંટણીમાં ધુલેથી ચૂંટણી લડી શકે છે. તેઓ ભાજપના ઉમેદવાર બની શકે છે. ધુલે લોકસભા બેઠક પર છેલ્લી ત્રણ ટર્મથી ભાજપનો કબજો છે. ડો. સુભા ભામરે અહીંથી સતત બે વાર જીતી ચૂક્યા છે. ધરતી દેવરે જિલ્લા પંચાયત સમિતિની ચૂંટણી જીતીને ચર્ચામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ ધુલે જિલ્લા પરિષદના અધ્યક્ષ બન્યા હતા. જો આમ થયું તો 18મી લોકસભામાં પિતા સાથે પુત્રી ધરતી પણ સંસદમાં જોવા મળી શકે છે. મહારાષ્ટ્રમાં આ વખતે 35 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહેલી બીજેપી મહિલાઓને વધુ તક આપી શકે છે. 

મહારાષ્ટ્રમાં મહિલાઓને વધુ ચાન્સ
બીડ લોકસભા બેઠકથી એકવાર ફરીથી પ્રીતમ મુંડેનું નામ ફાઈનલ માનવામાં આવી રહ્યું છે. આ સાથે જ તેમની બહેન પંકજા મુંડેને પણ ટિકિટ મળવાની આશા છે. આ વખતે અમરાવતી બેઠકથી અપક્ષ સાંસદ નવનીત રાણા  ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે. આ ઉપરાંત નંદુરબારથી હીના ગાવિતને તક મળી શકે છે. નાંદેડ લોકસભા સીટથી રાજ્યસભાના સાંસદ અશોક ચૌહાણના ભત્રીજી મીનલ ખટગાંવકર ચૂંટણી લડી શકે છે. ભાજપ તરફથી એકવાર ફરીથી પૂનમ મહાજનને પણ ટિકિટ મળવાની શક્યતા છે. 

adv

Related News

post
post
post
post
post
post
post