• Home
  • News
  • બાળપણ બચાવવાનું મોટું ઈનામ:3 મહિનામાં 76 લાપતા બાળકોને શોધનાર મહિલા કોન્સ્ટેબલને મળશે આઉટ ઓફ ટર્ન પ્રમોશન
post

સીમા ઢાકાએ 5 ઓગસ્ટથી અત્યાર સુધીમાં કુલ 76 લાપતા બાળકોની ભાળ મેળવી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-19 09:45:36

દિલ્હીના સમયપુર બાદલીમાં તહેનાત હેડ કોન્સ્ટેબલ સીમા ઢાકાને આઉટ ઓફ ટર્ન પ્રમોશન મળશે. બુધવારે દિલ્હી પોલીસે તેની ઘોષણા કરી છે. સીમાએ માત્ર 3 મહિનાની અંદર 76 લાપતા બાળકોને શોધી કાઢ્યા છે. સીમાએ પણ પ્રમોશનના સમાચાર સાંભળીને ખુશી વ્યક્ત કરી છે.

દિલ્હી પોલીસના પીઆરઓ અનિલ મિત્તલે જણાવ્યું હતું કે 5 ઓગસ્ટે પોલીસ કમિશનર એસ એન શ્રીવાસ્તવે ગુમ થયેલા બાળકોને શોધી લાવનાર કોન્સ્ટેબલને આઉટ ઓફ ટર્ન પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી.

15 બાળકોની વય 8 વર્ષથી ઓછી હોવી અનિવાર્ય હતું
પોલીસ કમિશનર એસ એન શ્રીવાસ્તવે તેના માટે શરત રાખી હતી. તેના પ્રમાણે જો કોઈ કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલ એક વર્ષની અંદર 14 વર્ષથી ઓછી વયના ઓછામાં ઓછા 50 બાળકોની ભાળ મેળવી લેશે તો તેને આઉટ ઓફ ટર્ન પ્રમોશન આપવામાં આવશે. આ બાળકોમાંથી 15 બાળકોની વય 8 વર્ષથી ઓછી હોવી ફરજિયાત હતું.

સીમાએ 56 એવા બાળકો શોધ્યા, જેમની વય 14 વર્ષથી ઓછી છે
સીમા ઢાકાએ 5 ઓગસ્ટથી અત્યાર સુધીમાં કુલ 76 બાળકોની ભાળ મેળવી છે. આ બાળકોને દિલ્હી અને અન્ય રાજ્યોમાંથી શોધવામાં આવ્યા છે. તેમાં 56 બાળકોની વય 14 વર્ષથી ઓછી છે. સીમાના પ્રમાણે, તેમણે જે બાળકોને શોધ્યા છે તેમાં અનેક બાળકો બિહાર, બંગાળ અને દેશના અન્ય રાજ્યોમાંથી મળ્યા છે.

ઓગસ્ટથી અત્યાર સુધીમાં 1440 બાળકોને શોધ્યા
દિલ્હી પોલીસના પીઆરઓએ જણાવ્યું કે આ વર્ષે અત્યાર સુધીમાં 3507 બાળકો ગુમ થયાના રિપોર્ટ નોંધાયા છે. તેમાંથી 2629 બાળકોને ટ્રેસ કરી લેવાયા છે. સૌથી વધુ 1440 બાળકો પોલીસ કમિશનરની ઘોષણા પછી શોધી લેવાયા છે. 2019માં 5412 બાળકો ગુમ થયાની ફરિયાદો નોંધાઈ હતી. તેમાંથી અત્યાર સુધીમાં 3336 બાળકો મળી ચૂક્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post