• Home
  • News
  • નારોલમાં નંદન એક્ઝિમમાં મોડી રાતે લાગેલી ભીષણ આગ 17 ફાયર ફાઈટરની મદદથી કાબૂમાં લેવાઈ
post

આગ બુઝાવતી વખતે એક ફાયર જવાન ઘાયલ થતા એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાંં

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-08 09:50:51

અમદાવાદ: નારોલમાં ચીરીપાલ ગ્રુપની નંદન ડેનિમ કંપનીમાં મોડી રાતે લાગેલી આગ કાબૂમાં આવી ગઈ છે. 17 જેટલા ફાયર ફાઈટરની મદદથી આગને કાબૂમાં લેવાઈ છે. મોડી રાતે કંપનીમાં સ્પિનિંગ ખાતામાં આગ લાગી હતી. દોરા બનાવતા મશીનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. આગથી કોઈ જાનહાનિ થઈ નથી. એક ફાયરકર્મી આગ બુઝાવી રહ્યા હતા ત્યારે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ચીફ ફાયર ઓફિસર એમ.એફ.દસ્તુરના જણાવ્યા મુજબ, કંપનીમાં પૂરતા ફાયરના સાધનો અને NOC છે. કંપનીના જ સાધનોથી પાણી લઇ અને આગ કાબૂમાં લેવાઈ છે.

નંદન ડેનિમ કંપનીમાં પહેલા પણ આગ લાગી હતી, 7ના મોત થયા હતા
મોડી રાતે લાગેલી આ જ નંદન ડેનિમ કંપનીમાં પહેલા માળે આગ લાગી હતી જેમાં 7 લોકોના મોત થયા હતા. આ મામલે ચીરીપાલ ગ્રુપના માલિક અને ફાયર સેફટી ઓફિસર સહિત 6 જેટલા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આજે ફરી આગ લાગી છે જો કે અગાઉની ઘટના બાદ ફાયરે જ્યારે NOC આપી ત્યારે સુરક્ષા અને બહાર નીકળવા માટે તમામ વ્યવસ્થા ચકાસી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post