• Home
  • News
  • શારજાહમાં રેસિડેન્સિયલ ટાવરમાં ભીષણ આગ લાગી,આશરે 250 પરિવારને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા
post

વર્ષ 2006માં નિર્માણ પામેલી આ ઈમારતના પાર્કિંગમાં રહેલી કેટલીક કારને નુકસાન થયું

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-07 11:58:20

શારજાહ: શારજાહમાં 49માળની એક ઈમારતમાં મંગળવાર રાત્રે ભયંકર આગ લાગી હતી અને ગણતરીની મિનિટોમાં જ આ આગ ટાવરમાં ફેલાઈ ગઈ હતી. જોકે આ ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ ન હતી. અલબત 12 લોકો આગને લીધે દાઝી ગયા હતા. શારજાહના અલ નહદા વિસ્તારમાં આવેલી અબ્બાકો ટાવરમાં લાગેલી આગને  અંકૂશમાં લેવામાં ફાયર બ્રિગેડની ટીમોને ખૂબ જ મહેનત પડી હતી. સ્થાનિક સત્તાવાળાઓએ કહ્યું હતું કે આ ઘટનામાં ટાવરમાં રહેતા આશરે 250 પરિવારોને બચાવવામાં આવ્યા હતા. સ્થાનિક સમય પ્રમાણે 9.04 વાગે  આ ઈમારતના દસમાં માળે આગ લાગી હતી. આગ અંગેનું કારણ હજું જાણી શકાય નથી. વર્ષ 2006માં નિર્માણ પામેલી આ ઈમારતના પાર્કિંગમાં રહેલી કેટલીક કારને નુકસાન થયું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post