• Home
  • News
  • 1લી માર્ચથી થઈ રહ્યો છે મોટો ફેરફાર, ફરી બજેટ ખોરવાય તેવી સંભાવના
post

પહેલી માર્ચથી ઈન્ડીયન બેંકના એટીએમમાંથી ગ્રાહકોને 2000ની નોટ નહી મળી શકે

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-27 19:43:26

નવી દિલ્હી: ફેબ્રુઆરીનો મહિનો પુરો થવા જઈ રહ્યો છે ત્યારે 1લી માર્ચથી શરુઆતમાં જ સરકાર દ્વારા કેટલાક નિયમો બદલાવા જઈ રહ્યા છે. જેની સીધ્ધી અસર તમારા પોકેટ પર થવાની છે. જેમા આ વખતે 2000ની નોટ, એલપીજી ગેની કિંમત અને ટ્રેનોના ટાઈમ ટેબલમાં જોરદાર ફેરફાર થવા જઈ રહ્યો છે. આવો જાણો શુ થઈ રહ્યા છે ફેરફાર..

2000 રુપિયાની નોટ

પહેલી માર્ચથી ઈન્ડીયન બેંકના એટીએમમાંથી ગ્રાહકોને 2000ની નોટ નહી મળી શકે. આ માટે ગ્રાહકોએ બેંકમાં જવાનું રહેશે. બેંકે પોતાના આ નિર્ણય વિશે વાત કરતાં કહ્યુ હતુ કે, ગ્રાહકો એટીએમમાંથી 2000ની નોટ નિકાળી અને તરત બેંકમાં આવીને તેના છુટા માંગતા હોય છે. જેથી આ પરિસ્થિતિ રોકવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. 

એલપીજી ગેસની કિંમત

તેલ વિતરણ કંપનીઓ તરફથી દર મહિનાની શરુઆતમાં જ એલપીજી ગેસની કિંમત ફેરફાર કરતા હોય છે. જો કે ગયા મહિને આમા કોઈ ફેરફાર જોવા મળ્યો નહોતો. હાલના સમયમાં 14.20 કિલોવાળા ઘર વપરાશના ગેસના બાટલાની કિંમત દિલ્હીમાં 1053 રુપિયા, કોલકતામાં 1079 રુપિયા તેમજ મુંબઈમાં 1052.50 અને ચેન્નઈમા 1068.50 રુપિયા છે. 

કેટલીક સ્પેશિયલ ટ્રેનની શરુઆત

માર્ચમાં દેશ ભરમા હોળીનો તહેવાર ઉજવાશે. આ હોળીના તહેવારને ધ્યાનમાં રાખી કેટલીક સ્પેશિયલ ટ્રેનની શરુઆત કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેથી મહાનગરોમાં કામ કરવાવાળા લોકોને સારી સુવિધા મળી રહેશે. રેલવે દ્વારા ખાસ પ્રકારની ટ્રેન દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમા દિલ્હી, મધ્ય પ્રદેશ, મુંબઈ સહિત કેટલાક રુટમાં આ વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે. આ ઉપરાંત કેટલીક ટ્રેનની શરુઆત 1લી માર્ચથી કરવામાં આવશે. 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post