• Home
  • News
  • સ્પેનનાં રેસ્ટોરાંમાં વેટર ગ્રાહકો પાસેથી ફૂડ ઓર્ડર લેતા નથી, એપથી ઓર્ડર બુક કરતા ભોજન ટેબલ સુધી પહોંચી જાય છે
post

આ અનોખી પહેલ ગ્રાહકો અને સ્ટાફને સંક્રમણથી બચાવવા માટે શરુ કરવામાં આવી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-06 11:35:22

લોકડાઉન પછીની જિંદગી પહેલાં જેવી રહી નથી, ઘણા ફેરફાર આવી ગયા છે. સ્પેનનાં ફંકી પિત્ઝા રેસ્ટોરાંમાં પણ કોરોનાને ધ્યાનમાં રાખીને ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે, અહિ વેટર ગ્રાહકો પાસે ઓર્ડર લેવા જતા નથી. ગ્રાહકોએ ડિજિટલ સ્ક્રીનની મદદથી ઓર્ડર આપવાનો રહેશે અને ભોજન તેમના ટેબલ પર ડિલિવર થઇ જશે.

આ અનોખી પહેલ ગ્રાહકો અને સ્ટાફને સંક્રમણથી બચાવવા માટે શરુ કરવામાં આવી છે. અહિ વર્ચ્યુઅલ વેટર એપ છે જેનું નામ ફંકી-પે છે. આ ફોટોઝથી સમજીએ સ્પેનના રેસ્ટોરાંની કામગીરી..

કાઉન્ટર પર QR સ્કેનિંગની વ્યવસ્થા
રેસ્ટોરાંમાં કાઉન્ટર સુધી ગ્રાહક પહોચે છે અને એપ ઓપન કર્યા પછી સ્કેનરની મદદથી લેટેસ્ટ મેન્યૂ ખુલે છે. આ મેન્યૂનથી ગ્રાહક પોતાની મનપસંદ ભોજનનો ઓર્ડર આપે છે.

લોકડાઉન પછી અલગ રીતે ઓર્ડર લેવાની શરૂઆત થઇ
રેસ્ટોરાંના માલિક કાર્લોસ મેનિશે કહ્યું કે, લોકડાઉન પછી અમે અલગ રીતે જમવાનો ઓર્ડર લઇ રહ્યા છે. આ રીતથી ગ્રાહકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ પણ રહેશે અને કોરોના સંક્રમણનો ડર પણ નહિ લાગે.

કાઉન્ટરની પાછળ મોનિટરિંગ ચાલુ હોય છે
કાઉન્ટરની પાછળ સ્ટાફ સતત ઓર્ડરનું મોનિટરિંગ કરે છે અને ગ્રાહકોના નંબર પ્રમાણેના ઓર્ડર શેફ સુધી પહોચાડે છે. આ રીતે ડિલિવરીના ક્રમમાં પણ કોઈ ભૂલ થતી નથી.

બધું ડિજિટલ થયું
આ રેસ્ટોરાંમાં બધું ડિજિટલ છે. શેફને ઓર્ડર પણ સ્ક્રીન પર જ મળી જાય છે અને તે ડીશ બનાવવાનું શરુ કરી દે છે.

ઘણા ગ્રાહકોને આ ફેરફાર ગમ્યો નથી
રેસ્ટોરાંમાં આવનારા મોટાભાગના ગ્રાહકો આ નવા ફેરફારથી ખુશ છે, પરંતુ એવા લોકો પણ છે જેમને આ રીતે ઓર્ડર આપવાની રીત ગમી નથી. 26 વર્ષીય જેવિયર કોમસે કહ્યું કે, અમે રેસ્ટોરાંમાં જઈને વેટરને જે ઓર્ડર આપીએ છીએ તે ક્ષણની અનુભવ થતો નથી. વેટરને અમે ડીશની કવોન્ટિટી અને પસંદ-નાપસંદને કહી શકીએ છીએ.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post