વૈજ્ઞાનિકો ASTRID તકનીકથી અભ્યાસ કરી રહ્યા છે, આ બ્લેક હોલ 1000 કરોડ સૂર્યના વજન જેટલા હશે
અવકાશમાં
એક અત્યંત દુર્લભ આકાશગંગા મળી આવી છે. જેની અંદર ત્રણ વિશાળ બ્લેક હોલ જોવા મળ્યા
છે. આ દુર્લભ આકાશગંગા છે કારણ કે તેમાં ત્રણ ગેલેક્સી જોવા મળી છે. આ બધા મળીને
બ્રહ્માંડનો સૌથી મોટી વસ્તુની રચના કરતું જોવા મળે છે. આ બ્લેક હોલ એટલા મોટા છે
કે તે 1000 કરોડ સૂર્યના વજન જેટલા હશે. એટલે કે આ
બ્લેક હોલ આપણા સૂર્ય કરતા 30 હજાર
કરોડ ગણા મોટા છે. આ બ્લેક હોલ આપણી આકાશગંગામાં રહેલા બ્લેક હોલ કરતા લાખો ગણા
મોટા છે.
વૈજ્ઞાનિકો ASTRID તકનીકથી અભ્યાસ કરી
રહ્યા છે
વૈજ્ઞાનિકો
આ ત્રણ ગેલેક્સીની સ્ટડી ASTRID
તકનીકથી
અભ્યાસ કરી રહ્યા છે. તે ઉચ્ચ રીઝોલ્યુશન કોસ્મોલોજીકલ સિમ્યુલેશન છે. આ દ્વારા
વૈજ્ઞાનિકો બ્રહ્માંડની ઉત્પત્તિના સમયની શોધ કરી રહ્યા છે. જે લગભગ 1100 કરોડ વર્ષ જૂનું
માનવામાં આવે છે.
આ વિશાળ બ્લેક હોલ ત્રણ આકાશગંગાના મર્જરથી બન્યું છે
આ
દરમિયાન,
વૈજ્ઞાનિકોને
આ વિશાળ બ્લેક હોલ વિશે જાણવા મળ્યું જે ત્રણ આકાશગંગાના મર્જરથી બન્યું છે. દરેક
આકાશગંગાનું પોતાનું ક્વાસર હોય છે. ક્વાસાર એ વિશાળ બ્લેક હોલ છે, જે રેડિયેશન અને ગેસ
ખાતા રહે છે. તેઓ આસપાસના તારાઓ અને ગ્રહોના કિરણોત્સર્ગ અને ગેસને ગળી જાય છે.