• Home
  • News
  • લોકસભાની ચૂંટણીમાં કુલ 96.6 કરોડ મતદારો, 2019ના મુકાબલે 6% મતદારો વધ્યા, 2019 કરતાં આ વખતે મતદારો વધ્યા
post

પુરુષ યુવાઓ કરતા મહિલા યુવા મતદારોની સંખ્યામાં ધરખમ વધારો

Written By newsonline | Ahmedabad | Published: 2024-03-16 17:00:36

આખરે જેની રાહ જોવાતી હતી તે લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. દેશમાં 19 એપ્રિલથી સાત તબક્કામાં મતદાન યોજાશે, જ્યારે ચોથી જૂને પરિણામ જાહેર થશે. આ સાથે ચૂંટણી પંચે દેશમાં કુલ કેટલા મહિલા, પુરુષ અને યુવા મતદારો છે, તે પણ માહિતી આપી છે. ચૂંટણી પંચે ચૂંટણીમાં રજીસ્ટર્ડ મતદારોના આંકડા જાહેર કર્યા છે. પંચના જણાવ્યા મુજબ આગમી લોકસભા ચૂંટણી માટે 96.88 કરોડ મતદારો રજીસ્ટર્ડ છે.

દેશમાં કુલ કેટલા મતદારો ?

ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદારોની યાદી જાહેર કરી દીધી છે. પંચે એક જાન્યુઆરી-2024 સુધીના આંકડા જારી કર્યા છે. દેશમાં કુલ 96.88 કરોડથી વધુ મતદારો રજીસ્ટર્ડ છે. વિશ્વભરમાંથી સૌથી વધુ ભારતમાં મતદારોનો વર્ગ છે. 2019માં આ આંકડો 89.6 કરોડ હતો.

 

2019ની સરખામણીમાં મતદારોની સંખ્યા વધી

દેશમાં પુરુષ મતદારોની સંખ્યા 49.7 કરોડ છે, જ્યારે 2019માં 46.5 કરોડ હતા. જ્યારે મહિલા મતદારો 47.1 કરોડ છે, જે ગત ચૂંટણીમાં 43.1 કરોડ હતા. ચૂંટણી પંચે જણાવ્યું કે, મતદારોની યાદીમાં 2.63 કરોડથી વધુ નવા મતદારો પ્રથમવાર લોકશાહીના પર્વ ચૂંટણીમાં ભાગીદાર બનશે. આમાંથી 1.41 મહિલા જ્યારે 1.22 કરોડ પુરુષ મતદારો પ્રથમવાર મતદાન કરશે. આમ નવા પુરુષોના મુકાબલે નવી મહિલા મતદારોની સંખ્યા 15 ટકા વધુ છે.

દેશમાં યુવા અને દિવ્યાંગ મતદારોની સંખ્યા કેટલી ?

ચૂંટણી પંચના ડેટા મુજબ દેશમાં 18-19ની ઉંમરના 1.85 કરોડ યુવા મતદારો છે, જે ગત ચૂંટણીમાં 1.5 કરોડ હતા. 18-19 અને 20-29ની ઉંમરના બે કરોડથી વધુ યુવા મતદારોને મતદાર યાદીમાં જોડવામાં આવ્યા છે. દેશભરમાં દિવ્યાંગ મતદારોની સંખ્યા 88.35 લાખ છે. જ્યારે ગત લોકસભા ચૂંટણીમાં 45.64 લાખ PwD મતદારો હતા. જ્યારે અન્ય મતદારોની સંખ્યા 48,044 નોંધાઈ છે, જે ગત વર્ષે 39.683 હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post