• Home
  • News
  • મહાદેવ એપ કેસમાં CM બઘેલને ફસાવનાર આરોપી ફરી ગયો, કહ્યું - 'મને દબાણ કરી સહી કરાવી..'
post

આરોપીએ કહ્યું - અંગ્રેજીમાં લખેલા કાગળ પર અધિકારીઓએ બળજબરીથી સહી કરાવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-11-25 19:53:41

Mahadev App Case Accused Statement: કથિત મહાદેવ એપ કૌભાંડમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં આરોપી અસીમ દાસે કોર્ટમાં પોતાનું નિવેદન પાછું ખેંચ્યું હતું અને કહ્યું હતું કે સીએમ બઘેલ વિરૂદ્ધ તેનું નિવેદન દર્શાવતા કાગળ પર તેનાથી બળજબરીપૂર્વક સહી કરાવવામાં આવી હતી. જેલમાંથી ED ડાયરેક્ટરને લખેલા પત્રમાં તેણે કહ્યું કે તેને ફસાવી દેવામાં આવ્યો છે અને તેણે કોઈ નેતાને પૈસા મોકલ્યા નથી. પત્રમાં તેણે કહ્યું છે કે અધિકારીઓએ તેને અંગ્રેજી ન સમજતા હોવા છતાં અંગ્રેજીમાં લખેલા નિવેદન પર સહી કરવા દબાણ કર્યું હતું.

અસીમ દાસે આરોપોથી પીછેહઠ કરી

ઉલ્લેખનીય છે કે અસીમ દાસ અને પોલીસ કોન્સ્ટેબલ ભીમ સિંહ યાદવની છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન પહેલા 3 નવેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. દાસે હવે પોતાનું નિવેદન ફેરવી નાખ્યું છે. EDએ કહ્યું હતું કે દાસે દાવો કરતા કહ્યું હતું કે મહાદેવ સટ્ટાબાજીની એપના પ્રમોટરોએ ભૂપેશ બઘેલને 508 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. તપાસ એજન્સીએ તેને ચોંકાવનારો આરોપ ગણાવ્યો હતો અને તપાસની માંગ કરી હતી. દાસ પર ચૂંટણી ફન્ડિંગ માટે રાજનેતાઓને પૈસા પહોંચાડવાનો આરોપ લાગ્યો છે.

બઘેલે પહેલાથી જ ષડયંત્ર ગણાવ્યું હતું 

વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન આ મામલાને લઈને ઘણી રાજનીતિ થઈ હતી. આ અંગે ભાજપે સીએમ બઘેલ સહિત કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. દરમિયાન ભૂપેશ બઘેલે આરોપોને ખોટા ગણાવ્યાં હતાં અને કહ્યું હતું કે ઇડી અને ભાજપ તેમની વિરુદ્ધ કાવતરું કરી રહ્યા છે.

મામલો શું હતો? 

EDએ કહ્યું હતું કે 2 નવેમ્બરે રાયપુરમાં મહાદેવ બેટિંગ એપ સાથે જોડાયેલા કેશ કુરિયરમાંથી 5.39 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી હતી. કહેવામાં આવ્યું હતું કે આ પૈસા કોંગ્રેસના ચૂંટણી પ્રચાર માટે લાવવામાં આવ્યા હતા. ખાસ કરીને આ સીએમ ભૂપેશ બઘેલ માટે હતું. EDનો આરોપ છે કે ભૂપેશ બઘેલને અત્યાર સુધીમાં એપ પ્રમોટર્સ પાસેથી રૂ. 500 કરોડથી વધુ રકમ મળી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કહ્યું હતું કે આ એપના પ્રમોટરોએ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને 508 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. જે બાદ આ અંગે વિવાદ સર્જાયો હતો. કેન્દ્ર સરકારે મહાદેવ સટ્ટાબાજીની એપ પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post