• Home
  • News
  • અભિનેત્રીની મુશ્કેલી વધી:જેક્લીન ફર્નાન્ડિઝને વિદેશ જતાં રોકવામાં આવી, EDએ મની લોન્ડ્રિંગ કેસમાં જાહેર કર્યું હતું લુકઆઉટ સર્ક્યુલર
post

EDના જણાવ્યા મુજબ દિલ્હીની તિહાડ જેલમાં બંધ કૉનમેન સુકેશ ચંદ્રશેખર તરફથી 200 કરોડ રૂપિયાની વસૂલીના મામલે જેક્લીન મુખ્ય સાક્ષી છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-12-06 11:50:24

બોલિવૂડ એક્ટ્રેસ જેક્લીન ફર્નાન્ડિઝને મુંબઈ એરપોર્ટ પર રવિવારે સાંજે વિદેશ જતાં રોકોવામાં આવી છે. તે એક શોમાં ભાગ લેવા માટે વિદેશ જઈ રહી હતી. તેને 200 કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગ કેસમાં રોકવામાં આવી છે. આ કેસની તપાસ કરી રહેલાં ED તરફથી તેના વિરૂદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરાયું હતું.

EDના જણાવ્યા મુજબ દિલ્હીની તિહાડ જેલમાં બંધ કૉનમેન સુકેશ ચંદ્રશેખર તરફથી 200 કરોડ રૂપિયાની વસૂલીના મામલે જેક્લીન મુખ્ય સાક્ષી છે. જેક્લીન પર સુકેશની ગર્લફ્રેન્ડ હોવાનો આરોપ છે આ દરમિયાન તેને ઘણી મોંઘી ગિફ્ટ પણ જેક્લિનને આપી છે.

10 કરોડથી વધુની ગિફ્ટ આપી
ચાર્જશીટ પ્રમાણે, સુકેશે જેકલીનને 10 કરોડ રૂપિયાથી વધુની ગિફ્ટ આપી હતી. ભેટમાં ડાયમંડ જ્વેલરી, ક્રોકરી, ચાર પર્શિયન બિલાડી (એકની કિંમત 9 લાખ), 52 લાખનો ઘોડો આપ્યો હતો. સુકેશે જેકલીન ફર્નાન્ડિઝના ભાઈ-બહેનને પણ પૈસા આપ્યા હતા. EDએ જેકલીનના નિકટના સાથીઓ તથા સ્ટાફની પૂછપરછ કરી હતી.

જેલમાં રહીને જેકલીન સાથે વાત કરતો હતો
સુકેશ જ્યારે જેલમાં હતો ત્યારે પણ જેકલીન સાથે મોબાઇલ પર વાત કરતો હતો. જ્યારે તે જામીન પર બહાર આવ્યો ત્યારે તેણે દિલ્હીથી ચેન્નઈ માટે ચાર્ટર્ડ ફ્લાઇટ બુક કરી હતી. તેણે જેક્લીન માટે મુંબઈથી દિલ્હી સુધીની ચાર્ટર્ડ ફ્લાઇટ બુક કરી હતી. સુકેશ તથા જેકલીન બંને ચેન્નઈની એક હોટલમાં રોકાયા હતા. સુકેશે ચાર્ટર્ડ ફ્લાઇટ માટે અંદાજે 8 કરોડનો ખર્ચ કર્યો હતો

કોણ છે સુકેશ?
17
વર્ષની ઉંમરથી અપરાધની દુનિયાનો ભાગ રહ્યો છે. થોડાં મહિના પહેલાં સુકેશે તિહાર જેલની અંદરથી એક મોટા બિઝનેસમેનની પત્ની પાસેથી 200 કરોડ રૂપિયાની ખંડણી લીધી હતી, જેમાં RBL (ધ રત્નાકર બેંક) બેંકના અધિકારીઓ સહિત તિહાર જેલના કેટલાંક અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેના ચેન્નઇ સ્થિત બંગલામાં EDએ દરોડા પાડ્યા હતા. ED ઇસ્ટે કોસ્ટ રોડ પર આવેલા સુકેશના બંગલામાં દરોડા પાડ્યા ત્યારે મોટી માત્રામાં રોકડ રકમ તથા 15 લક્ઝૂરિયસ કાર જપ્ત કરી છે. આટલું જ નહીં આ બંગલાની કિંમત કરોડોમાં હોવાનું અનુમાન છે. સુકેશની પત્ની લીનાની પણ EDએ પૂછપરછ કરી હતી. સુકેશની સ્પેશિયલ સેલે ખંડણી કેસમાં ધરપકડ કરી હતી. હાલમાં તે EOW (ઇકોનોમિક્સ અફેન્સ વિંગ)ની કસ્ટડીમાં છે. ઉલ્લેખનીય છે કે સુકેશ રાજકીય નેતા સિંબલના કેસનો આરોપી છે અને લાંબા સમયથી જેલમાં છે.

આ પહેલાં પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે હાઇ પ્રોફાઇલ ચીટર સુકેશ જેલમાં પણ મોટા મોટા બિઝનેસમેનના કોન્ટેક્ટમાં હતો અને ફોન કરીને સુપ્રીમ તથા હાઇકોર્ટમાં કેસનો ઉકેલ લાવવાનો દાવો કરીને પૈસા વસૂલ કરતો હતો. જેલમાં મોબાઈલ ફોન મળ્યા બાદ જેલ તંત્ર સાથે જોડાયેલા કેટલાંક અધિકારીઓ રડાર પર આવ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post