• Home
  • News
  • અદાણી એન્ટરપ્રાઇઝીસને ત્રીજા ક્વાર્ટરમાં 820 કરોડનો નફો:પરિણામ બાદ શેરમાં 4%નો ઉછાળો, એક વર્ષ પહેલાં ત્રીજા ક્વાર્ટરમાં ખોટ ગઈ હતી
post

SEBI સિસ્ટમને મજબૂત કરવા માટે કમિટી બનાવશે

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-14 17:53:16

મુંબઈ: અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડે મંગળવારે ડિસેમ્બર 2022ના અંતના ત્રીજા ક્વાર્ટરનાં પરિણામોની જાહેરાત કરી. કંપનીએ આ ત્રીજા ક્વાર્ટરમાં 820 કરોડનો નેટ પ્રોફિટ કર્યો છે. જ્યારે એક વર્ષ પહેલાં જ આ જ ત્રીજા ક્વાર્ટરમાં 12 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. સપ્ટેમ્બર 2022ના ગયા ત્રીજા ક્વાર્ટરમાં કંપનીએ 460 કરોડનો નફો કર્યો હતો.

કંપનીના ઓપરેશનથી રેવન્યુ 42% વધીને 26,612 કરોડ રૂપિયા થઈ છે. એક વર્ષ પહેલાં સમાન ત્રીજા ક્વાર્ટરમાં તે 18,758 કરોડ રૂપિયા હતા. જ્યારે, કંપનીનો કુલ ખર્ચ વધીને 26,171 કરોડ થયો છે, જે એક વર્ષ પહેલાં (YoY) 19,047.7 કરોડ હતો.

અદાણી એન્ટરપ્રાઇઝીસના શેરમાં 4%નો વધારો
પરિણામ બાદ અદાણી એન્ટરપ્રાઈઝીસના શેરમાં લગભગ 4%ની તેજી જોવા મળી રહી છે. પહેલાં તેમાં 4%નો ઘટાડો હતો. જ્યારે ગ્રુપની 10માંથી 6 કંપનીઓના શેર 5% ઘટ્યા છે. તેમાં ગ્રીન એનર્જી, પાવર, ટોટલ ગેસ, ટ્રાન્સમિશન વિલ્મર અને NDTV છે. જ્યારે સિમેન્ટ કંપની અંબુજા અને ACCમાં પણ ઘટાડો છે. જો કે અદાણી પોર્ટ્સના શેર લગભગ 0.39% વધીને કારોબાર કરી રહ્યા છે.

 

અમીરોની યાદીમાં 24મા સ્થાન પર અદાણી
ગૌતમ અદાણી ગ્લોબલ ઉદ્યોગપતિઓની યાદીમાં 24મા નંબર પર આવી ગયા છે. ફોર્બ્સની રિયલ ટાઈમ બિલેનિયર ઈન્ડેક્સ મુજબ 14 ફેબ્રુઆરીએ અદાણીની નેટવર્થ ઘટીને 4.31 લાખ કરોડ રૂપિયા (52.2 બિલિયન ડોલર) થઈ ગઈ હતી. સોમવારે તેમની નેટવર્થ 4.49 લાખ કરોડ રૂપિયા (54.4 અબજ ડોલર) હતી અને તેઓ 23મા નંબરે હતા. 24 જાન્યુઆરીએ હિંડનબર્ગ રિપોર્ટ આવ્યા પહેલાં તેઓ યાદીમાં ત્રીજા નંબર પર હતા.

 

હિંડનબર્ગે શેરની હેરાફેરી જેવા આરોપ લગાવ્યા
24
જાન્યુઆરીના રોજ, હિંડનબર્ગ રિસર્ચે અદાણી જૂથને લગતો એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. રિપોર્ટમાં ગ્રુપ પર મની લોન્ડરિંગથી લઈને શેરની હેરાફેરી સુધીના આરોપો લગાવવામાં આવ્યા હતા. રિપોર્ટ બાદ ગ્રુપના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. અદાણી એન્ટરપ્રાઇઝીસનો શેર શુક્રવારે એટલે કે 3 ફેબ્રુઆરીએ રૂ. 1000ની નજીક પહોંચી ગયો હતો. જો કે, પાછળથી તે રિકવર થઈ ગયો હતો.

 

અદાણી ગ્રુપે કાયદાનું ઉલ્લંઘન કર્યું નથી
મોરેશિયસના રેગ્યુલેટર, ફાઈનાન્શિયલ સર્વિસીસ કમિશન (FSC)એ કહ્યું કે અદાણી ગ્રુપ સાથે જોડાયેલી 38 કંપનીઓ અને 11 ગ્રુપ ફંડ્સે કાયદાનું કોઈ જ ઉલ્લંઘન કર્યું નથી. FSC ના CEO ઘનેશ્વરનાથ વિકાસ ઠાકરે બિઝનેસ સ્ટાન્ડર્ડ સાથે આ વાત કરી હતી.

SEBI સિસ્ટમને મજબૂત કરવા માટે કમિટી બનાવશે
કેન્દ્ર સરકાર અદાણી ગ્રુપ- હિંડનબર્ગ મામલે એક્સપર્ટ કમિટી બનાવવા માટે સંમત થઈ ગઈ છે. કમિટી તે જોશે કે સ્ટોક માર્કેટના રેગ્યુલેટરી મેકેનિઝમમાં બદલાવ કરવાની જરૂર છે કે નહીં. સોલિસિટર જનરલ તુષાર મહેતા કોર્ટને સીલ બંધ કવરમાં કમિટીના સભ્યોનાં નામ આપશે. આ મામલે આગામી સુનાવણી શુક્રવારે થશે.

સુપ્રીમ કોર્ટે અદાણી ગ્રુપ સામેની હિંડનબર્ગના રિપોર્ટ સબંધિત બે જાહેરહિતની અરજીઓ (PIL) પર સુનાવણી કરી રહી છે. આ મામલે પહેલી સુનાવણી ચીફ જસ્ટિસ ડી વાય ચન્દ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જેબી પારડીવાલાએ શુક્રવારે (10 ફેબ્રુઆરી)એ કરી હતી.

આ દરમિયાન કોર્ટે શેર માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) પાસે ભવિષ્યમાં રોકાણકારોની સુરક્ષા માટે શું પગલાં લઈ શકાય છે, તે બાબતે સૂચનો જણાવવા માટે કહ્યું હતું. SEBI તરફથી સોલિસીટર જનરલ તુષાર મહેતાને કોર્ટે કહ્યું હતુ કે તેઓ આ મામલે સોમવારે સંપૂર્ણ માહિતી સાથે આવે.

 

adv

Related News

post
post
post
post
post
post
post