• Home
  • News
  • દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો, કોર્ટે 23 એપ્રિલ સુધી જ્યુડિશિયલ કસ્ટડી વધારી
post

સુપ્રીમ કોર્ટે ધરપકડ સામેની અરજી પર સુનાવણી ન કરી, કહ્યું- 29 એપ્રિલ પહેલા કોઈ તારીખ નહીં

Written By newsonline | Ahmedabad | Published: 2024-04-15 19:33:20

નવી દિલ્લી: લિકર પોલિસી કૌભાંડમાં તિહાર જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત મળી નથી. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે રવિવારે કહ્યું કે અમે આ મહિનાના અંતિમ સપ્તાહ (એપ્રિલ)માં કેસની સુનાવણી કરીશું. બીજી તરફ રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 23 એપ્રિલ સુધી લંબાવી છે. કેજરીવાલ વતી અભિષેક મનુ સિંઘવીએ દલીલો રજૂ કરી અને ED વતી સોલિસિટર જનરલે દલીલો રજૂ કરી. સિંઘવીએ કોર્ટને કહ્યું, 'હું તમારી સમક્ષ કેટલાક ચોંકાવનારા તથ્યો રજૂ કરવા માગુું છું.' તેના પર કોર્ટે કહ્યું કે અમને નોટિસ જારી કરવા દો.

 

સિંઘવીએ કહ્યું- જો શક્ય હોય તો આ શુક્રવારે સુનાવણીની તારીખ નજીક રાખો. તેના પર કોર્ટે કહ્યું- અમે તમને નજીકની તારીખ આપી શકીએ છીએ, પરંતુ તમે સૂચવેલી તારીખ નહીં. સિંઘવીએ કહ્યું કે ધરપકડ માત્ર એટલા માટે કરવામાં આવી હતી કે કેજરીવાલ પ્રચાર કરી શકે નહીં. કોર્ટે કહ્યું- અમે આ મહિનાના અંતિમ સપ્તાહમાં સુનાવણી કરીશું. તે જ સમયે, રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 23 એપ્રિલ સુધી વધારી દીધી છે. એટલે કે તેઓ 23 એપ્રિલ સુધી તિહારમાં રહેશે. કોર્ટે કેજરીવાલને 1 એપ્રિલથી 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. કેજરીવાલને તિહાર જેલમાં બેરેક નંબર 2માં રાખવામાં આવ્યા છે.

 

EDએ કેજરીવાલની 21 માર્ચે દારૂ નીતિ કેસમાં ધરપકડ કરી હતી. 22 માર્ચે રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થયો હતો. જ્યાંથી તેને 28મી માર્ચ સુધી ED રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો, જે બાદમાં 1લી એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post