• Home
  • News
  • છ માર્ચ પછી શેરબજાર 52% સુધર્યું, રૂપિયો 5 મહિનામાં સૌથી વધુ મજબૂત, 20 દિવસમાં સોનુ રૂ. 6300 સસ્તું
post

સોનાનો ભાવ પણ ઘટીને 52700 થઇ ગયો અને રૂપિયો ડોલર સામે 74.00

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-27 11:25:16

લૉકડાઉન પછી આસમાને આંબેલુ સોનુ હવે સસ્તુ થઈ રહ્યું છે. છેલ્લા 20 દિવસમાં જ સોનુ તોલા દીઠ 6300 રૂપિયા સસ્તુ થયું છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ 11 હજાર રૂપિયાનો ઘટાડો થયો છે. શરાફ બજારમાં પ્રતિ દસ ગ્રામે 58000 રૂપિયાના ભાવે વેચાયેલુ સોનુ બુધવારે 52,700 રૂપિયા થયું હતું. 73000 સુધી પહોંચેલી ચાંદી પણ 62000 પર અટકી છે. આ તરફ ડૉલરની સરખામણીમાં રૂપિયો પણ 5 મહિનામાં સૌથી મજબૂત થઈ ગયો છે. જ્યારે માર્ચ પછી શેર બજાર પણ નીચલા સ્તરે 52% સુધર્યું છે. ટૂંકમાં અર્થવ્યવસ્થામાં આવી રહેલા આ ફેરફારો તહેવારો પહેલાના શુભ સંકેત છે.

લૉકડાઉન (23 માર્ચથી) પછી સોનાના ભાવ ઝડપથી ઊંચકાયા હતા. એ દિવસે સોનાના ભાવ પ્રતિ દસ ગ્રામ 42,300 રૂપિયા હતા અને બાદમાં ઝડપથી ભાવ વધીને 58 હજારે આંબી ગયા હતા. હવે સોના ભાવ ગગડી રહ્યા છે તેથી ખરીદદારોને રાહત મળી છે. છેલ્લે 8 ઓગસ્ટના રોજ સોનાના ભાવ 58000 રૂપિયા હતા. જે 20 દિવસમાં 6300 ઘટીને 52,700 રૂપિયા થયા છે. ચાંદી રૂ. 11000ના કડાકા સાથે રૂ. 62000ની સપાટીએ સરકી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ 125 ડૉલર ઘટીને 1925 જ્યારે ચાંદી 29 ડૉલર ઘટીને 27 ડૉલરની અંદર પહોંચી છે. કોવિડ-19 ક્રાઇસિસ હળવી થવા સાથે વર્લ્ડ ઇકોનોમિમાં સુધારાની સ્થિતિના કારણે આ ફેરફારો થઈ રહ્યાનું નિષ્ણાંતોનું માનવું છે. ઇક્વિટી માર્કેટમાં સુધારાની શરૂઆતની સાથે હેજ ફંડ્સ, એચએનઆઇ તેમજ રિટેલ રોકાણકારોની જોખમ ક્ષમતામાં વૃદ્ધિના કારણે મૂડીરોકાણ પ્રવાહ બુલિયનમાંથી ઇક્વિટી તરફ ડાઇવર્ટ થઈ રહ્યો છે. જેનાથી સોના-ચાંદીમાં 2 હજારથી 5 હજાર સુધીનો ઘટાડો થવાની સંભાવના નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે. સોના-ચાંદીમાં વન-વે તેજીને બ્રેક લાગવા પાછળના મુખ્ય કારણોમાં જોખમ ઉઠાવવાની ક્ષમતામાં વધારો થતા રોકાણકારો સોનામાંથી પ્રોફીટસ બુકિંગ કરીને હવે ઇક્વિટી તરફ ડાઇવર્ટ થઇ રહ્યાં છે.

વૈશ્વિક સ્તરે શેરબજારમાં ટ્રેન્ડ તેજીનો થયો છે. અમેરિકન શેરબજારનો નાસ્ડેક ઐતિહાસિક ટોચે, બીએસઇ સેન્સેક્સ માર્ચની 25639 પોઇન્ટની બોટમથી 52 ટકા સુધર્યો છે. જેના કારણે રોકાણકારોનો પ્રવાહ ઇક્વિટી તરફ વળ્યો છે. તેના કારણે પણ બૂલિયન એનાલિસ્ટો હાલ સોના-ચાંદીમાં તેજી નકારી રહ્યાં છે.

અર્થવ્યવસ્થામાં સુધારો, તહેવારોમાં તેજીના સંકેત

વિગત

7-8-20

26-8-20

તફાવત

સોનું

58000

52700

-6300

ચાંદી

73000

62000

-11000

રૂપિયો

74.93

74.3

0.3

સેન્સેક્સ

38040

39074

1037

વૈશ્વિક બજારમાં સોનાના ભાવ વધુ તૂટી શકે છે
એનાલિસ્ટોના મતે સોનું 1930 ડોલર થાય તો નીચામાં 1900- 1870 ડોલર સુધી ઘટી શકે. ચાંદી 26 ડોલરની સપાટી ગુમાવતા નીચામાં 24 ડોલર પહોંચે તેવી શક્યતા છે. હાજર બજારની સાથે વાયદામાં પણ નિરુત્સાહી ટ્રેન્ડ છે. એમસીએક્સ ખાતે ઓક્ટોબર સોનું 51000ની સપાટી અંદર 50880 જ્યારે ચાંદી સપ્ટેમ્બર રૂ.64000ની સપાટી ગુમાવી 63969 બોલાઇ રહી છે. પરંતુ લગ્નસરાની ખરીદી સમયે પણ સોનામાં ભાવ રૂ. 51000 અને ચાંદીમાં રૂ. 60000થી ઉપર રહે તો માગ ઉપર અસર પડવાની ચોક્સી મહાજને શંકા વ્યક્ત કરી છે.

સોનાનો ભાવ 51000, ચાંદી 58000 થઈ શકે છે
બીડી જ્વેલર્સના અશોક ચોક્સીએ જણાવ્યું કે, વૈશ્વિક બજારની પાછળ સ્થાનિકમાં સોનું ઘટીને 51000ની સપાટી સુધી પહોંચી શકે છે. જોકે, રોકડમાં સોનું અત્યારે 51000 પહોંચ્યું છે જ્યારે બિલ સાથે રૂ.52,700 છે. સોનું બિલ સાથે ઘટી 51000 સુધી જઇ શકે જ્યારે ચાંદી 58000 સુધી પહોંચે તેવા સંકેતો છે.

તહેવારોમાં ડિમાન્ડ વધવાની સંભાવના

·         સોનાની તેજી મુખ્યત્વે ઇન્વેસ્ટમેન્ટ અને વૈકલ્પિક સ્રોત આધારીત રહેશે.

·         અચાનક ઉછાળાના કારણે ઘરવપરાશ

·         માટેની ખરીદી સુસ્ત રહી હતી.

·         શ્રાદ્ધપક્ષના કારણે પણ માગ અને ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે.

·         દશેરા પછી લગ્નસરા સિઝનની ખરીદીના કારણે માગ સુધરી શકે

 

adv

Related News

post
post
post
post
post
post
post