• Home
  • News
  • અમદાવાદને મળશે ચોથી વંદે ભારત ટ્રેન, 12 માર્ચે પીએમ મોદી કરાવશે ફ્લેગ ઓફ
post

અમદાવાદને વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે. આગામી 12 માર્ચ અમદાવાદ મુંબઈ વચ્ચે વંદેભારત ટ્રેનને પીએમ નરેન્દ્ર મોદી ફ્લેગ ઓફ કરાવશે

Written By newsonline | Ahmedabad | Published: 2024-03-11 17:46:02

અમદાવાદને ચોથી વંદે ભારત ટ્રેન મળવાની છે. 12 માર્ચે પીએ મોદી અમદાવાદ- મુંબઈ વચ્ચે 'વંદે ભારતટ્રેનને લીલી ઝંડી બતાવશે. હાલમાં ગાંધીનગર- મુંબઈઅમદાવાદ- જોધપુર અને અમદાવાદ- જામનગર વચ્ચે વંદે ભારત ટ્રેન દોડી રહી છે. હવે અમદાવાદ- મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ થશે.

અમદાવાદ- મુંબઈ વચ્ચે દોડનારી વંદે ભારત ટ્રેન સવારે 6.10થી અમદાવાદ થઈ ઉપડશેજે સવારે 7 .06એ વડોદરા પહોંચશે. અને સવારે 11.35એ મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ જ પ્રકારે મુંબઈ સેન્ટ્રલથી બપોરે 3.55એ ઉપડશે અને રાત્રે 9.25 એ અમદાવાદ પહોંચશે.

આ ટ્રેનમા 16 કોચ હશે અને રવિવાર સિવાયના સપ્તાહમાં દિવસ ઉપડશે. જે 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે તેવી સંભાવના છે. જેના કારણે અમદાવાદ- મુંબઈના પ્રવાસીઓની 30 મિનિટ બચી જશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post