• Home
  • News
  • રેલવેએ કહ્યું- લોકો બિનજરૂરી રીતે રેલવે સ્ટેશન ન આવે તે માટે દર વધારવામાં આવ્યા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન જરૂરી
post

દિગ્વિજય સિંહે કહ્યુ હતું કે-કોંગ્રેસ શાસનમાં રૂપિયા 3માં પ્લેટફોર્મ ટિકિટ હતી, ભાજપ સરકારમાં રૂપિયા 50 થઈ

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-19 10:20:05

કોરોનાના સમયમાં પ્લેટફોર્મ ટિકિટના દરમાં કરવામાં આવેલા વધારા અંગે રેલવેએ સ્પષ્ટતા કરી છે. પ્લેટફોર્મ ટિકિટનો દર વધારીને રૂપિયા 50 કરવામાં આવ્યો છે. રેલવેનું કહેવુ છે કે વધી રહેલા કોરોના સંક્રમણની સ્થિતિને અટકાવવા માટે આ પગલું ભરવામાં આવ્યુ છે. સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવા આ પ્રકારનું પગલુ ભરવુ જરૂરી છે.

રેલવે બોર્ડના ચેરમેન વિનોદ કુમાર યાદવે જણાવ્યુ હતું કે વર્તમાન સમયમાં સમગ્ર દેશ કોરોના સામે લડી રહ્યો છે. માર્ચ મહિનામાં જ્યારે કોરોનાનો ફેલાવો થઈ રહ્યો હતો તે સમયે પ્લેટફોર્મ પર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાના ઉદ્દેશથી પ્લેટફોર્મ ટિકિટના દરમાં વધારો કરવામાં આવ્યો હતો. વર્તમાન સમયમાં અમે જે ટ્રેન ચલાવી રહ્યા છીએ તેમા સોશિયલ ડિસ્ટન્સિંગને લગતા નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. રેલવે પ્લેટફોર્મની ટિકિટના દરમાં વધારો કરવા પાછળનું મુખ્ય કારણ બિનજરૂરી રીતે સ્ટેશન પર આવતા લોકોને અટકાવવાનું છે.

કોરોનાને લીધે ભરવામાં આવ્યા પગલાં
તેમણે કહ્યું કે અમે સૂચના આપી છે કે ફક્ત એવા યાત્રીઓને જ સ્ટેશનના સંકૂલમાં પ્રવેશ કરવા પરવાનગી આપવામાં આવે કે જેમની પાસે કન્ફર્મ ટિકિટ હશે. જેમની પાસે વેટિંગ ટિકિટ સાથે કોઈ પણ યાત્રીને સ્ટેશન સંકૂલમાં પ્રવેશ આપવામાં નહીં આવે. અમે ડિવિઝનલ રેલવે મેનેજર્સ (DRM)ને પણ આ અધિકાર આપવામાં આવ્યા છે. સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે તેઓ પ્લેટફોર્મ ટિકિટના દરમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દિગ્વિજય સિંહના નિવેદન બાદ આ સ્પષ્ટતા આવી
રેલવેની સફાઈ કોંગ્રેસ નેતા અને રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહના નિવેદન બાદ આ સ્પષ્ટતા આવી છે. દિગ્વિજયે તેમના નિવેદનમાં કહ્યું હતું કે કોંગ્રેસ સરકારમાં જે પ્લેટફોર્મ ટિકિટોની કિંમત રૂપિયા 3 હતી, ભાજપ સરકારમાં ટિકિટના દર રૂપિયા 50 પહોંચી ગઈ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post