• Home
  • News
  • નાટો દેશોની એરફોર્સ સૌથી મોટો યુદ્ધાભ્યાસ કરશે:25 દેશોના 220 મિલિટરી એરક્રાફ્ટ ભાગ લેશે; જર્મનીએ કહ્યું- રશિયા જેવા દેશોને કડક સંદેશ
post

યુક્રેન ઘણા વર્ષોથી નાટોમાં સામેલ થવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેના હાલના પ્રયાસોને કારણે જ રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-08 19:37:59

બર્લિન: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે નાટો દેશોની વાયુસેના અત્યાર સુધીનો સૌથી મોટો યુદ્ધાભ્યાસ કરવા જઈ રહી છે. આ યુદ્ધાભ્યાસ 12 જૂનથી શરૂ થશે. તેને 'એર ડિફેન્ડર-23' નામ આપવામાં આવ્યું છે. દસ દિવસીય સૈન્ય અભ્યાસમાં 25 નાટો દેશોના 220 મિલિટરી એરક્રાફ્ટ ભાગ લેશે. અમેરિકા અને જર્મનીના અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે.

આ યુદ્ધાભ્યાસ પર અમેરિકામાં જર્મન રાજદૂતે કહ્યું કે અમે ફક્ત અમારા સંરક્ષણના દૃષ્ટિકોણથી જ સૈન્ય અભ્યાસ કરી રહ્યા છીએ. જો કે, તે રશિયા જેવા દેશોને મજબૂત સંદેશ આપવાનો પણ અમારા ઉદ્દેશ્યનો એક ભાગ છે.

પુતિન અમારી તાકાત જોઈ લે...
જર્મન એમ્બેસેડર એમી ગુટમેને કહ્યું કે જો કોઈ વર્લ્ડ લીડર (પુતિન) અમારા યુદ્ધાભ્યાસને અવગણશે તો મને આશ્ચર્ય થશે. અમે વિશ્વને અમારા સંગઠનની તાકાત બતાવીશું. આ યુદ્ધાભ્યાસ જર્મની, ચેક રિપબ્લિક, એસ્ટોનિયા અને લાતવિયામાં થશે. તેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તમામ 25 દેશોની વાયુ સેના પોતાના શસ્ત્રો અને એરક્રાફ્ટને દુનિયા સમક્ષ રજૂ કરવાની તૈયારી કરી રહી છે.

નાટોમાં યુક્રેનના સમાવેશ પર સભ્ય દેશો વિભાજિત થયા
ગયા અઠવાડિયે, ઝેલેન્સકીએ નાટોમાં જોડાવાની તેમની માંગને ફરીથી જણાવી હતા. ઝેલેન્સકીએ કહ્યું હતું- યુક્રેન નાટોનું સભ્ય બનવા માટે તૈયાર છે. અમે સભ્ય દેશો સાથે આ અંગે ચર્ચા કરી રહ્યા છીએ.

તેમણે એમ પણ કહ્યું કે જ્યારે સુરક્ષાની કોઈ ગેરંટી નથી, ત્યારે માત્ર યુદ્ધની ગેરંટી છે. ખરેખરમાં, જર્મની, ફ્રાન્સ અને અમેરિકા યુદ્ધ દરમિયાન યુક્રેનને નાટો સંગઠનમાં સામેલ કરવા તૈયાર નથી. આ દેશોને ચિંતા છે કે આમ કરવાથી રશિયાની નારાજગી વધશે.

જાણો કેવી રીતે NATO બન્યું રશિયા-યુક્રેન વિવાદનું કારણ

·         1991 માં સોવિયેત યુનિયનના 15 ભાગોમાં વિભાજન થયા પછી, નાટો ખાસ કરીને યુરોપમાં અને સોવિયેત યુનિયનનો ભાગ હતા તેવા દેશોમાં ઝડપથી વિસ્તર્યું,

·         2004 માં, ત્રણ દેશો જે સોવિયેત યુનિયનનો ભાગ હતા - લાતવિયા, એસ્ટોનિયા અને લિથુઆનિયા - 2004 માં નાટોમાં જોડાયા, આ ત્રણેય દેશો રશિયાની સરહદે આવેલા છે.

·         પોલેન્ડ (1999), રોમાનિયા (2004) અને બલ્ગેરિયા (2004) જેવા યુરોપિયન દેશો પણ નાટોના સભ્ય બન્યા છે. આ બધા દેશો રશિયાની આસપાસ છે. તેમની અને રશિયા વચ્ચે માત્ર યુક્રેન આવે છે.

·         યુક્રેન ઘણા વર્ષોથી નાટોમાં સામેલ થવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેના હાલના પ્રયાસોને કારણે જ રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે.

·         યુક્રેનની રશિયા સાથે 2200 કિલોમીટરથી વધુ લાંબી સરહદ છે. રશિયાનું માનવું છે કે જો યુક્રેન નાટોમાં સામેલ થશે તો નાટો દળો યુક્રેનના બહાને રશિયન સરહદ સુધી પહોંચી જશે.

·         જો યુક્રેન નાટોમાં જોડાય છે તો પશ્ચિમી દેશોથી રશિયાની રાજધાની મોસ્કોનું અંતર માત્ર 640 કિલોમીટર જ રહેશે. હવે આ અંતર લગભગ 1600 કિલોમીટર છે. રશિયા ઇચ્છે છે કે યુક્રેન ખાતરી આપે કે તે ક્યારેય નાટોમાં જોડાશે નહીં.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post