• Home
  • News
  • રશિયાથી પેસેન્જર લઈને અમેરિકા પહોંચ્યું એર ઈન્ડિયાનું પ્લેન:કંપની ટિકિટના પૈસા પરત કરશે; ટેક્નિકલ ખામી સર્જાતા મંગળવારે ઈમરજન્સી લેન્ડિંગ થઈ હતી
post

મગદાનમાં ભારતીયોને આપવામાં આવ્યાં સૂપ-બ્રેડ

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-08 19:30:34

એર ઈન્ડિયાએ રશિયા ડાયવર્ટ કરેલી દિલ્હી-સાન ફ્રાન્સિસ્કો ફ્લાઈટના તમામ મુસાફરોને ટિકિટના પૈસા પરત કરવાની જાહેરાત કરી છે. રશિયાના મગદાનમાં ફસાયેલા ભારતીય મુસાફરોને લઈને એર ઈન્ડિયાની રિપ્લેસમેન્ટ ફ્લાઈટ અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો પહોંચી ગઈ છે. તે ગુરુવારે ભારતીય સમય અનુસાર બપોરે 12.07 કલાકે સાન ફ્રાન્સિસ્કોમાં લેન્ડ થઈ હતી. એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે બોઈંગ 777-200 એલઆર એરક્રાફ્ટ ફ્લાઈટ AI173ના તમામ 216 મુસાફરો અને 16 ક્રૂ મેમ્બર્સ હાજર હતા.

આ મુસાફરો મંગળવારે સવારે 4:05 વાગ્યે નવી દિલ્હીથી અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો જવા માટે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં રવાના થયા હતા. એન્જિન ફેલ થવાના કારણે આ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ રશિયાના મગદાન એરપોર્ટ પર બપોરે 2.10 કલાકે કરવામાં આવ્યું હતું. એર ઈન્ડિયાની ફ્લાઈટ બુધવારે મુંબઈથી મુસાફરોને સાન ફ્રાન્સિસ્કો લઈ જવા રવાના થઈ હતી.

ફ્લાઇટ સાડા સાત કલાકમાં મગદાનથી સાન ફ્રાન્સિસ્કો પહોંચી
એર ઈન્ડિયાએ ગુરુવારે સવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આ ફ્લાઈટ 8 જૂને ભારતીય સમય અનુસાર સવારે 4:57 વાગ્યે મગદાન એરપોર્ટથી ટેકઓફ થઈ હતી. તે 8 જૂને ભારતીય સમય અનુસાર બપોરે 12.45 વાગ્યે સાન ફ્રાન્સિસ્કો એરપોર્ટ પર લેન્ડ થવાની હતી, પરંતુ 7 મિનિટ વહેલી લેન્ડ થઈ હતી.

મગદાનમાં ભારતીયોને આપવામાં આવ્યાં સૂપ-બ્રેડ
રશિયાના મગદાનમાં ફસાયેલા ભારતીય મુસાફરોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. મગદાનમાં ફસાયેલા મુસાફરોમાંથી એકે વિડિયો શેર કર્યો હતો અને લોકોને જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો તેની જાણકારી આપી હતી. તેમનો દાવો છે કે ખાવા-પીવામાં સમસ્યા છે.

અહીં માત્ર સીફૂડ અને નોન-વેજ ઉપલબ્ધ છે. જેઓ શાકાહારી છે તેમને માત્ર બ્રેડ અને સૂપ આપવામાં આવ્યાં હતાં. રાત્રે લોકોને જમીન પર ગાદલાં પર સૂવું પડતું હતું. એક રૂમમાં 20 લોકોને રાખવામાં આવ્યા હતા. ટોઇલેટ અને બાથરૂમની સુવિધા પણ સારી નહોતી. આ સિવાય ભાષાને કારણે પણ સમસ્યા પડી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post