• Home
  • News
  • Airtel ગ્રામ્ય વિસ્તારમાં ફાઇવ-જી પરીક્ષણ કરનાર પહેલી કંપની બની
post

એરટેલ પહેલી એવી કંપની બની ગઈ છે જેણે દેશના ગ્રામીણ વિસ્તારમાં ફાઈવ જીનું પરીક્ષણ કર્યું

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-11 10:52:10

દેશમાં ટેલિકોમ કંપનીઓ વચ્ચે ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છે. ખાસ કરીને ફાઈવ જીને લઈને દરેક કંપની વધુ ને વધુ આક્રમક થતી જાય છે ત્યારે એરટેલ પહેલી એવી કંપની બની ગઈ છે જેણે દેશના ગ્રામીણ વિસ્તારમાં ફાઈવ જીનું પરીક્ષણ કર્યું હોય. અગાઉ તેણે ગુરુગ્રામમાં પણ આ પ્રકારની ટ્રાયલ યોજી હતી. કંપનીએ દિલ્હી એનસીઆરના આઉટરમાં આવેલા ભાઈપુરા બ્રહ્માનન ગામમાં ફાઈવ જી ટ્રાયલ યોજી હતી.

આ પહેલો એવો પ્રસંગ હતો જેમાં દેશના કોઈ ગ્રામ્ય વિસ્તારમાં ફાઈવ જીનું પરીક્ષણ યોજાયું હોય. એરટેલે આ ટ્રાયલ માટે એરિક્સન કંપની સાથે હાથ મિલાવ્યો છે. કંપનીનું માનવું છે કે આ સફળ પરીક્ષણ ગ્રામીણ અને શહેરી ભારત વચ્ચે ઈન્ટરનેટની સ્પીડ અને સર્વિસને લઈને કરવામાં આવતા ભેદભાવની દીવાલને તોડવામાં મદદરૂપ બનશે.

હાલ ઈન્ટરનેટ મામલે ભારત બે ભાગમાં વહેંચાયેલું છે. એક બાજુ શહેરી વિસ્તારો અને મેટ્રો સિટી છે, જ્યાં ફોર જી ઈન્ટરનેટનો સારી રીતે ઉપયોગ થઈ રહ્યો છે. અહીં ઈન્ટરનેટની સ્પીડ અને સિગ્નલ બાબતે બહુ ઓછી ફરિયાદો મળે છે. જેની સામે ગ્રામીણ ભારતમાં આજેય ફોન પર સામાન્ય વાતચીત થઈ શકે તેટલાં સિગ્નલનાં પણ ફાંફાં પડે છે. ત્યારે આ પરીક્ષણ મહત્ત્વનું મનાય છે.

adv

Related News

post
post
post
post
post
post
post