• Home
  • News
  • યમનમાં અલ-કાયદાએ UNના પાંચ કર્મચારીઓનું અપહરણ કર્યું
post

ફિલ્ડ મિશન પર ગયેલી ટીમના વાહનો રોકી હથિયારધારી આતંકીઓ પાંચેયને ઉપાડી ગયા

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-14 12:04:51

એડન : યમનના યુદ્ધગ્રસ્ત દક્ષિણ વિસ્તાર અબ્યાનમાં સંયુક્ત રાષ્ટ્રોના પાંચ કર્મચારીઓનું અપહરણ અલ-કાયદા દ્વારા કરવામાં આવ્યું છે. યુ.એન. તરફથી જારી થયેલા સત્તાવાર નિવેદનમાં અપહરણ માટે કયું જૂથ જવાબદાર છે તેનો ઉલ્લેખ કરવામાંઆવ્યો નથી પરંતુ સ્થાનિક મીડિયાના અહેવાલો પ્રમાણે અલ-કાયદાના સ્થાનિક જૂથ દ્વારા આ અપહરણ કરવામાં આવ્યું છે. 

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા યમનમાં નિયુક્ત કરવામાં આવેલા રેસિડેન્ટ એન્ડ હ્યુમાનેટેરિયન કો-ઓર્ડિનેટરના સીનિયર કોમ્યુનિકેશન એડવાઇઝર રસેલ ગીકિએનું કહેવું છે કે ફિલ્ડ મિશન પૂર્ણ કર્યા બાદ આ કર્મચારીઓ એડન પરત ફરી રહ્યા હતા. આવા સમયે અલ-કાયદાના આતંકીઓ તેમને ઉપાડી ગયાની શક્યતા છે. 

જો કે હજુ સુધી કોઇ જૂથ દ્વારા અપહરણની જવાબદારી લેવામાં આવી નથી. તેમણે વધુ ઉમેરતાં કહ્યું છે કે અપહરણ કરાયેલી ટીમને છોડાવવામાટે અમે સંયુક્ત રાષ્ટ્રમાં ઉચ્ચ સ્તરે સતત સંપર્કમાં છીએ. 

આ દરમિયાન યમનનું સ્થાનિક મીડિયા સમાચારો જારી કરી રહ્યું છે કે મુદિયાહ જિલ્લામાં કેટલાંક અજાણ્યા હથિયારધારી શખ્સોએ યુનાઇટેડ નેશન્સના વાહનો રોકી તેમનું અપહરણ કર્યું છે અને તેમને અજાણ્યા શખ્સે લઇ ગયા છે. આશંકા છે કે અલ-કાયદાની યમનના જૂથ દ્વારા કરવામાં આવ્યું છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post