• Home
  • News
  • તમામ રેકોર્ડ તૂટ્યા, એક જ દિવસમાં મસમોટો 'કોરોના બોમ્બ' ફૂટ્યો, 700થી વધુ લોકોના મોત
post

કોરોના મહામારીની બીજી લહેર દેશમાં તબાહી લઈને આવી છે. દરરોજ એક લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દૈનિક કેસ મામલે અત્યાર સુધીના તમામ રેકોર્ડ ધ્વસ્ત થયા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-09 10:21:58

નવી દિલ્હી: કોરોના મહામારીની બીજી લહેર દેશમાં તબાહી લઈને આવી છે. દરરોજ એક લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દૈનિક કેસ મામલે અત્યાર સુધીના તમામ રેકોર્ડ ધ્વસ્ત થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ ગુરુવારે દેશમાં કોરોનાના 1.31 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. આ આંકડો કોરોના મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. 

છેલ્લા 24 કલાકમાં 1.31 લાખથી વધુ નવા દર્દીઓ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1,31,968 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસનો આંકડો 1,30,60,542 પર પહોંચી ગયો છે. જેમાંથી 1,19,13,292 દર્દીઓ રિકવર થયા છે જ્યારે 9,79,608 દર્દીઓ હજુ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાના કારણે 780 દર્દીઓએ જીવ ગુમાવ્યા. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,67,642 પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કુલ 9,43,34,262 લોકોને રસી આપવામાં આવી છે. 

આ અઠવાડિયાની વાત કરીએ તો સોમવારથી અત્યાર સુધીમાં દેશમાં પાંચ લાખથી વધુ નવા કેસ નોંધાઈ ચૂક્યા છે. 
શુક્રવારે 1.31 લાખ કેસ
ગુરુવારે 1.26 લાખ કેસ
બુધવારે 1.15 લાખ કેસ
મંગળવારે 96 હજાર કેસ
સોમવારે 1.03 લાખ કેસ

મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સૌથી વધુ ખતરનાક હાલાત
દેશમાં હાલ સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે. જ્યાં છેલ્લા દસ દિવસથી રોજેરોજ 50 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. ગઈ કાલે પણ મહારાષ્ટ્રમાંથી 56 હાજર નવા કેસ સામે આવ્યા. ફક્ત મુંબઈમાંથી જ 9 હજાર જેટલા કેસ નોંધાયા છે. આ ઉપરાંત દિલ્હીમાં પણ ગઈ કાલે સાડા સાત હજાર નવા કેસ નોંધાયા. જેણે છેલ્લા 6 મહિનાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. 

દિલ્હી મહારાષ્ટ્ર ઉપરાંત યુપીમાં પણ કોરોના બેકાબૂ થઈ રહ્યો છે. યુપીમાં 8 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. જે કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી લઈને અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. આવામાં અનેક રાજયો પોતાના કોરોના પીક પાર કરી રહ્યા છે. જે ચિંતાનો વિષય બન્યો છે. 

પીએમ મોદીએ લોકડાઉન ન લગાવવાના આપ્યા સંકેત
કોરોના મહામારી ચરમસીમાએ છે. આ દરમિયાન પીએમ મોદીએ મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી. પીએમ મોદીએ સંકેત આપ્યા કે દેશવ્યાપી લોકડાઉન નહીં લાગે. જો કે જે રાજ્ય નાઈટ કરફ્યૂ લગાવી રહ્યા છે તે યોગ્ય સાબિત થઈ શકે છે. પીએમ મોદીએ અપીલ કરી છે કે તેને કોરોના કર્ફ્યૂ કહે. પીએમ મોદીએ ટેસ્ટિંગ વધારવાનું કહ્યું છે. જેમાં RT-PCR ટેસ્ટિંગની સંખ્યા 70 ટકા સુધી રાખવાની વાત કરી છે.  

 

adv

Related News

post
post
post
post
post
post
post