• Home
  • News
  • એમેઝોનના ફાઉન્ડર બેઝોસે નવી યોટ પર સગાઈ કરી:4000 કરોડથી વધુની કિંમત, તેના ફ્રન્ટમાં ગર્લફ્રેન્ડ સાંચેજની પ્રતિમા લગાવી
post

આ યાટ એકલા સેલ પાવર એટલે કે હવાથી ચાલી શકે છે. યોટમાં પૂલ, બારછી લઈને લોન્જ અને હોટ ટબ છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-23 18:47:34

વોશિંગ્ટન: એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ અને તેની ગર્લફ્રેન્ડ લોરેન સાંચેજે સગાઈ કરી લીધી છે. બેઝોસે તેની નવી સુપરયોટ પર સગાઈ માટે પ્રપોજ કર્યુ હતું અને સાંચેજને હાર્ટ શેપની રિંગ આપી હતી. આ વીંટી 20 કેરેટના હીરાથી જડેલી છે. સાંચેજના પૂર્વ પતિ ટોની ગોન્ઝાલેઝ અને 21 વર્ષીય પુત્ર નિક્કોએ સગાઈમાં હાજરી આપી હતી.

સગાઈમાં ફોર્મર NFL ખેલાડી રહેલ ટોની ગોન્ઝાલેઝ પણ હાજરી આપી હતી. ટોની અને સાંચેજનો 21 વર્ષનો પુત્ર નિક્કો પણ હાજર હતો. લોરેન બ્રોડકાસ્ટ પત્રકાર રહી ચૂકી છે. તે હેલિકોપ્ટર પાયલોટ અને બ્લેક ઓપ્સ એવિએશનની ફાઉન્ડર છે. તેમની પાસે એરબસ ACH-135 હેલિકોપ્ટર છે.

લોરેને 2019માં પેટ્રિક વ્હાઇટસેલ સાથે છૂટાછેડા લીધા હતા
બેઝોસ સાથે રિલેશનશિપમાં આવતા પહેલા, લોરેને 2005માં હોલીવુડ એજન્ટ પેટ્રિક વ્હાઇટસેલ સાથે લગ્ન કર્યા હતા. 2019માં 13 વર્ષ પછી તેણે પેટ્રિક સાથે છૂટાછેડા લઈ લીધા હતા. પેટ્રિક સાથે તેના બે બાળકો છે. ઇવાન નામનો પુત્ર અને એલા નામની પુત્રી છે.

બેઝોસે 25 વર્ષ પછી મેકેન્ઝી સ્કોટ સાથે તલાક લીધા હતા
બેઝોસે 2019માં જ તેની પત્ની મેકેન્ઝી સ્કોટ સાથે તલાક લીધા હતા. બંનેએ તલાકના 25 વર્ષ પહેલા 1994માં લગ્ન કર્યા હતા. બેઝોસને ત્રણ પુત્રો અને એક દત્તક પુત્રી છે. મેકેન્ઝી પણ વિશ્વની સૌથી અમીર મહિલાઓમાંથી એક છે. તેણે વિજ્ઞાન શિક્ષક ડેન જેવેટ સાથે લગ્ન કર્યા છે.

યાટની કિંમત 4 હજાર કરોડથી વધુ છે
એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે એક નવી સુપરયોટ ખરીદી છે. અગાઉ બેઝોસ તેની ગર્લફ્રેન્ડ સાથે આ ત્રણ માળની યોટ પર જોવા મળ્યા હતા. આ યાટનું નામ 'કોરુ' છે અને તેની કિંમત લગભગ 500 મિલિયન ડોલર છે. તેને રૂપિયામાં કન્વર્ટ કરો તો તે 4 હજાર કરોડથી વધુ થાય છે. આ વિશ્વની સૌથી ઉંચી યોટ છે. તેમાં ત્રણ વિશાળ 229-ફૂટના માસ્ટ્સ એટલે કે સ્તંભ લાગેલા છે.

આ યાટ એકલા સેલ પાવર એટલે કે હવાથી ચાલી શકે છે. યોટમાં પૂલ, બારછી લઈને લોન્જ અને હોટ ટબ છે. ગયા અઠવાડિયે યાટ મેલોર્કાની આસપાસ ભૂમધ્ય સમુદ્રમાં ક્રૂઝ ફરતી જોવા મળી હતી. દરેક યોટની સાથે એક સપોર્ટક વેસલ હોય છે. આ યોટ સાથેના સપોર્ટ વેસલનું નામ એબિઓના છે. એબિઓનામાં હેલિકોપ્ટર ડેકથી લઈને ડાઈવિંગ ડેક સુધી બધું જ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post