• Home
  • News
  • કોવિડ-19થી મુશ્કેલીમાં મુકાયેલા લોકોને દાન:એમેઝોનના સ્થાપક જેફ બેઝોસની એક્સ વાઇફ મૈકેન્ઝીએ ચાર મહીનામાં 4.2 અબજ ડોલરનું દાન કર્યુ
post

મૈકેન્ઝીએ કહ્યું, કોવિડ-19 પહેલેથી જ મુશ્કેલ અમેરિકનો પર પર્વતની જેમ તૂટી પડ્યું, પરંતુ અરબપતિઓની સંપત્તિમાં વધારો કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-17 11:45:43

એમેઝોનનાં સ્થાપક જેફ બેઝોસની એક્સ વાઈફ મૈકેન્ઝી સ્કોટે છેલ્લા ચાર મહીનામાં 4.2 અબજ ડોલરનું 384 સંગઠનોને દાન કર્યુ છે. તેઓ કોવિડ-19 દરમિયાન આપવામાં આવેલ આ દાનનો ઉલ્લેખ મીડિયમ પર લખેલી તેમની પોસ્ટમાં કરવામાં આવ્યો હતો અને કોરોના વાયરસના કહેરને અમેરિકન લોકો પર પર્વત તૂટી પડવાના વિનાશ જેવો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે કોરોનાએ પહેલેથી જ પરેશાન અમેરિકનો, ખાસ કરીને મહિલાઓ, અશ્વેત અને ગરીબી રેખા નીચેના લોકોની સમસ્યાઓ વધારી છે પણ અબજોપતિઓની સંપત્તિમાં ઘણો વધારો થયો છે.

કોને-કોને કરી મદદ?
મૈકેન્ઝીએ કહ્યું કે તેમણે કોવિડ-19 ફેલાયા બાદ આર્થિક રીતે નબળા વર્ગને મદદ કરવા માટે અનેક સંગઠનોને 6 અબજ ડોલરની મદદ કરી હતી. મૈકેન્ઝીએ જુલાઈમાં 116 નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન્સ,​​​​​​​યુનિવર્સિટીઓ, કમ્યુનિટિ ડેવલપમેન્ટ ગ્રુપ અને લીગલ ઓર્ગેનાઇઝેશન્સને 1.68 અબજ ડોલરની રકમ દાનમાં આપી હતી. ત્યારબાદ તેમણે કોરોનાના કારણે આર્થિક રીતે બરબાદ થયેલા લોકોને તાત્કાલિક મદદ કરવા માટે સલાહકારોની ટીમને 2020માં તેમના દાનનાં કાર્યને ઝડપથી પ્રોત્સાહન આપવા સહાય કરવા કહેવામાં આવ્યું હતુ.

મદદ માટે કેવી રીતે શોધ્યા સંગઠન?
મૈકેન્ઝીએ કહ્યું કે તેમની ટીમે ખાસ કરીને ખાવા-પીવા માટેની મુશ્કેલીઓ, રંગભેદનો ભોગ બનેલા અને ગરીબી રેખાથી નીચે રહેતા લોકો માટે કામ કરી રહેલ મજબૂત નેતૃત્વ અને પરિણામો આપતા સંગઠનોને ઓળખવા માટે ડેટા આધારિત અભિગમ અપનાવ્યો હતો.

કેટલી છે મૈકેન્ઝીની સંપત્તિ?
બ્લૂમબર્ગ બિલિયનેયર્સ ઇન્ડેક્સ અનુસાર વિશ્વની 18મી સૌથી ધનિક મેકેન્ઝી સ્કોટની સંપત્તિ આ વર્ષે 23.6 અબજ ડોલરથી વધીને 60.7 અબજ ડોલર થઈ છે, અને તેની સૌથી મોટુ કારણ એમેઝોન ઇંકના મૂલ્યમાં આવેલ વધારો છે. આ વર્ષે તેમનું દાન 6 અબજ ડોલર થયું છે જે રોકફેલર ફિલાન્થ્રોપી એડ્વાઇઝર્સના સીઇઓ મેલિસા બર્મનની સરખામણીએ કોઈ જીવિત વ્યક્તિ દ્વારા આપવામાં આવેલું મહત્તમ દાન છે.

આ વર્ષે અન્ય બીજું શું કર્યુ?
દાન પુણ્ય કરવામાં મૈકેન્ઝી માટે 2020 ખૂબ જ મહત્વપૂર્ણ વર્ષ રહ્યું છે. તેમણે ફેબ્રુઆરીમાં જળવાયુ પરીવર્તનથી જોડાયેલા મુદ્દાઓ માટે 10 અબજ ડોલરનું દાન આપવાનું કહ્યું​​​​​​​ હતુ. તેમણે ગયા મહિને 16 ગ્રુપોને 80 કરોડનું દાન આપવાની જાહેરાત કરી હતી. તેમણે બેઘર લોકોને મદદ કરવા માટે પોતાના ડે વન ફંડ દ્વારા દાન કરવાનો બીજો તબક્કો ચલાવવાની જાહેરાત કરી હતી અને 42 સંગઠનોને 10 કરોડ ડોલરનું દાન કર્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post