• Home
  • News
  • એમેઝોન હનીકોડ સર્વિસ લૉન્ચ, કોડિંગ શીખ્યા વિના ઍપ બનશે
post

હાલ આ સર્વિસ અમેરિકાના એક ભાગમાં જ લૉન્ચ થઇ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-26 09:10:31

સિએટલ: એમેઝોનના ક્લાઉડ યુનિટ એમેઝોન વેબ સર્વિસીસ (AWS)ની મદદથી હવે પ્રોગ્રામિંગ સ્કિલ્સ અને કોડિંગ શીખ્યા વિના પણ મોબાઇલ તથા વેબ ઍપ બનાવી શકાશે. કંપનીએ તે માટે એમેઝોન હનીકોડ સર્વિસ લૉન્ચ કરી છે, જે કોડિંગ નોલેજ વિના સામાન્ય વિઝ્યુઅલ એપ્લિકેશન બિલ્ડર દ્વારા ઍપ બનાવવાની સુવિધા આપે છે. 

AWSના વાઇસ પ્રેસિડેન્ટ લૅરી ઓગસ્ટિને કહ્યું કે અમારા કસ્ટમર્સ લાંબા સમયથી આ પ્રકારની સર્વિસની માગ કરતા હતા. હવે એમેઝોન હનીકોડની મદદથી કોઇ પણ પાવરફુલ મોબાઇલ અને વેબ ઍપ બનાવી શકશે. તે માટે તેણે કોડ લખવાની જરૂર નહીં પડે.કંપનીએ બુધવારે જણાવ્યું કે હાલના તબક્કે એમેઝોન હનીકોડને વેસ્ટ યુએસ (ઓરેગોન)માં લૉન્ચ કરાઇ છે. ટૂંક સમયમાં દેશ-દુનિયાના અન્ય ભાગોમાં પણ લૉન્ચ કરાશે. જેમને ઇવેન્ટ શેડ્યુલિંગ, પ્રોસેસ એપ્રૂવલ, કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ, યુઝર સરવે, ટુ-ડુ લિસ્ટ તથા કન્ટેન્ટ અને ઇન્વેન્ટ્રી ટ્રેકિંગ માટે ઍપની જરૂર છે તેમણે ભૂલોની આશંકાવાળી લાંબીલચક પ્રોસિજરમાંથી પસાર નહીં થવું પડે કે કસ્ટમ ઍપ બનાવડાવવા ડેવલપર્સની રાહ નહીં જોવી પડે. 

20 યુઝર માટે મિનિટોમાં ફ્રી ઍપ બની શકે છે
આ સર્વિસનો ઉપયોગ કરનારા કસ્ટમર્સ મિનિટોમાં ઍપ બનાવવાની શરૂઆત કરી શકે છે. 20 યુઝર માટે ફ્રીમાં ઍપ બનાવી શકાય છે. માત્ર મોટી ઍપ માટે યુઝર અને સ્ટોરેજ માટે પેમેન્ટ કરવાની જરૂર પડશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post