• Home
  • News
  • અદાણી કરતા આગળ નીકળી ગયા અંબાણી, જાણો બંનેની સંપત્તિમાં કેટલું છે અંતર
post

અમેરિકી રિસર્ચ ફર્મ હિંડનબર્ગે 24 જાન્યુઆરીએ એક રિપોર્ટ બહાર પાડ્યો હતો. જેમાં અદાણી ગ્રુપ અંગે 88 સવાલ કરાયા અને કરજ અંગે પણ દાવા કરાયા. જેની અસર અદાણી ગ્રુપની કંપનીઓ પર પડી. જોત જોતામાં તો અનેક કંપનીઓના શેર ધરાશાયી થઈ ગયા. રિપોર્ટની રોકાણકારો પર ઊંડી અસર પડી જેને પગલે અદાણીની કંપનીઓના બોન્ડ અને શેરોમાં ઘટાડો જોવા મળ્યો.

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-01 17:50:29

 

 

કેન્દ્રીય બજેટની જાહેરાત વચ્ચે દુનિયના ટોપ-10 અમીરોની યાદીમાં મુકેશ અંબાણીએ ગૌતમ અદાણીને પાછળ છોડી દીધા છે. ગૌતમ અદાણીના શેરોમાં આવેલા કડાકાના પગલે તેમની નેટવર્થ ઓછી થઈને 83.9 અબજ ડોલર રહી ગઈ છે. જ્યારે મુકેશ અંબાણીએ હવે 84.3 અબજ ડોલર નેટવર્થ સાથે ગૌતમ અદાણીને પાછળ છોડી દીધા છે. ફોર્બ્સની આ યાદીમાં અદાણી હાલ 10 નંબર પર પહોંચી ગયા છે. જ્યારે અંબાણી 9માં નંબરે છે. આ અગાઉ અદાણીને 24 કલાકની અંદર 10 અબજ ડોલરનું નુકસાન થયું હતું અને ત્યારે તેઓ ચોથા નંબરેથી સરકીને આઠમા નંબરે પહોંચી ગયા હતા. 

ટોપ 10 ધનિકોની યાદીમાં પાછળ સરકી રહેલા અદાણી એક દિવસમાં સૌથી વધુ સંપત્તિ ગુમાવનારા અબજોપતિઓની યાદીમાં સામેલ થઈ ગયા છે. 20.8 અબજ ડોલરના એક દિવસના ઘટાડા બાદ તેઓ એલન મસ્ક, જેફ બેજોસ અને માર્ક ઝુકરબર્ગની હરોળમાં આવી ગયા છે. એલન મસ્કે એક જ દિવસમાં સૌથી વધુ 35 અબજ ડોલર, માર્ક ઝુકરબર્ગે 31 અબજ ડોલર અને જેફ બેજોસે 20.5 અબજ ડોલર ગુમાવ્યા હતા. 

દુનિયાના અન્ય ધનિકોની વાત કરીએ તો ટોપ 10 અબજોપતિઓની યાદીમાં પહેલા નંબર પર 214 અબજ ડોલરની નેટવર્થ સાથે બર્નાર્ડ અર્નોલ્ડ છે જ્યારે એલન મસ્ક 178.3 અબજ ડોલર સાથે બીજા નંબરે છે. 126.3 અબજ ડોલરની સંપત્તિ સાથે જેફ બેજોસ ત્રીજા નંબરે છે. 111.9 અબજ ડોલરની સંપત્તિ સાથે લેરી એલિસન ચોથા નંબરે, 108.5 અબજ ડોલર સાથે વોરન બફેટ પાંચમા નંબરે જ્યારે 104.5 અબજ  ડોલર સાથે બિલ ગેટ્સ છઠ્ઠા નંબરે છે. 

અબજોપતિઓની યાદીમાં 91.7 અબજ ડોલરની નેટવર્થ સાથે કાર્લોસ સ્લિમ હેલુ સાતમા નંબરે છે. જેમાં 85.8 અબજ ડોલર સાથે લેરી પેઝ દુનિયાના આઠમા ધનિક વ્યક્તિ છે. જ્યારે મુકેશ અંબાણી એકવાર ફરીથી ટોપ 10માં પાછા ફર્યા છે અને 84.3 અબજ ડોલરની નેટવર્થ સાથે નવમાં નંબરે છે. જ્યારે અદાણી હવે 83.9 અબજ ડોલરની સંપત્તિ સાથે દસમા નંબરે સરકી ગયા છે. 

અમેરિકી રિસર્ચ ફર્મ હિંડનબર્ગે 24 જાન્યુઆરીએ એક રિપોર્ટ બહાર પાડ્યો હતો. જેમાં અદાણી ગ્રુપ અંગે 88 સવાલ કરાયા અને કરજ અંગે પણ દાવા કરાયા. જેની અસર અદાણી ગ્રુપની કંપનીઓ પર પડી. જોત જોતામાં તો અનેક કંપનીઓના શેર ધરાશાયી થઈ ગયા. રિપોર્ટની રોકાણકારો પર ઊંડી અસર પડી જેને પગલે અદાણીની કંપનીઓના બોન્ડ અને શેરોમાં ઘટાડો જોવા મળ્યો. 

 

adv

Related News

post
post
post
post
post
post
post