• Home
  • News
  • અમેરિકાના સૌથી મોટા મોલ ઓપરેટરે કહ્યુ-આવતીકાલથી 10 રાજ્યોમાં 49 મોલ ખૂલશે
post

આ યોજનાની સફળતા રિટેલર્સ અને ગ્રાહકો ઉપર નિર્ભર

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-30 12:01:29

કોરોના મહામારીથી સૌથી વધારે તબાહી અમેરિકામાં થઈ છે. અહીં સંક્રમિત લોકોની સંખ્યા 11 લાખની નજીક પહોંચી ગઈ છે. 61 હજારથી વધારે લોકો મોતને ભેટ્યા છે. મહામારી સામેની લડાઈ વચ્ચે અમેરિકા પોતાની અર્થવ્યવસ્થાને ખોલવાની કોશિશમાં લાગેલું છે. દેશના સૌથી મોટા મોલ ઓપરેટર સિમન પ્રોપર્ટી ગ્રુપે કહ્યું છે કે તેઓ શુક્રવારે 10 રાજ્યમાં પોતાના મોલ ખોલવાની શરૂઆત કરશે. આ ગ્રુપ સિવાય અન્ય મોલ મળીને કુલ 49 મોલ ખોલવામાં આવશે.

ગાઈડલાઈન તૈયાર
સિમન પ્રોપર્ટી ગ્રુપે મોલને ખોલવાને લઈને પોતાની ગાઈડલાઈન તૈયાર કરી લીધી છે. મોલના સિક્યુરિટી ઓફિસર્સ અને અહીં કામ કરનાર કર્મચારીઓ ગ્રાહકને સોશિયલ ડિસ્ટેંસિંગ અને હાઈજીન વિશે નિયમિત જણાવતા રહેશે. મોલની અંદર પ્લે ઝોન અને પીવાના પાણીની વ્યવસ્થા હાલ બંધ રહેશે. વોશરૂમમાં એક યુરિનલને છોડીને એક બંધ રહેશે.

આ યોજનાની સફળતા રિટેલર્સ અને ગ્રાહકો ઉપર નિર્ભર
જો કે આ યોજનાની સફળતા મોલ ઓપરેટર સાથે રિટેલર્સ અને ગ્રાહકો ઉપર નિર્ભર રહેશે. એ જોવાનું રહેશે કે મોલ ખોલ્યા પછી કેટલા દુકાનદાર પોતાની દુકાનો અહીં ખોલે છે અને કેટલા ગ્રાહકો અહીં ખરીદી કરવા માટે આવે છે. આ મોલમાં દુકાનો ચલાવનાર કંપની ગેપે કહ્યું કે તેઓ આ સપ્તાહ સુધી પોતાની દુકાનો નહીં ખોલે.

adv

Related News

post
post
post
post
post
post
post