• Home
  • News
  • અમેરિકાની ચેતવણી- રશિયાથી તાત્કાલિક પરત ફરે US સિટીઝન:અમેરિકાએ કહ્યું- કારણ વીના રશિયા USના નાગરિકોની ધરપકડ કરી રહ્યું છે, કોઈપણ પુરાવા વીના જ સજા ફટકારી રહ્યું છે
post

અમેરિકન ધાર્મિક કાર્યકરો સામે ખોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-14 19:20:48

મોસ્કો: રશિયા-યુક્રેન યુદ્ધને જોતા અમેરિકાએ રશિયામાં રહેતા પોતાના નાગરિકોને તાત્કાલિક દેશ છોડી દેવા માટે જણાવ્યું છે. અમેરિકાએ આશંકા વ્યક્ત કરતા કહ્યું છે કે રશિયાના અધિકારીઓ કોઈપણ કારણ વીના ખોટી રીતે અમેરિકાના નાગરિકોની ધરપકડ કરી રહ્યું છે. જેને ધ્યાનમાં લેતા માસ્કો ખાતેની અમેરિકન એમ્બેસીએ ચેતવણી જાહેર કરી છે. આ સાથે જ કોઈપણ નાગરિકે રશિયા ન જવાની સલાહ પણ આપવામાં આવી છે.

અમેરિકન ધાર્મિક કાર્યકરો સામે ખોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે
એમ્બેસીએ કહ્યું- રશિયાના અધિકારીઓ ખોટા આરોપો પર અમેરિકાના નાગરિકોની ધરપકડ કરી રહ્યા છે. તેમને નિષ્પક્ષ કાર્યવાહીથી દુર રાખવામાં આવી રહ્યા છે. સુનાવણી દરમિયાન તેમની સામે પુરાવા ન હોવા છતાં પણ તેમને દોષીત ઠેરવવામાં આવી રહ્યા છે. સાથે જ રશિયાના અધિકારીઓ મનમરજી મુજબ અમેરિકન ધાર્મિક કાર્યકરોની સામે કાયદો લાગુ કર્યો છે અને ધાર્મિક એક્ટીવિટીઝમાં વ્યસ્ત અમેરિકાના નાગરિકોની સામે શંકાસ્પદ ગુના હેઠળ તપાસ કરી રહ્યા છે.

ગયા વર્ષે પણ ચેતવણી આપવામાં આવી હતી
રશિયાએ કહ્યું કે આ પ્રથમ વખત નથી કે અમેરિકાના નાગરિકોને રશિયા છોડી દેવા માટે કહેવામાં આવ્યું હોય. આ પ્રકારની ચેતવણી અગાઉ સપ્ટેમ્બરમાં પણ જાહેર કરવામાં આવી હતી. ક્રેમલિનના પ્રવક્તા દમિત્રી પેસ્કોવે જણાવ્યું કે અમેરિકાની આ ચેતવણી કોઈ નવી વાત નથી, કારણ કે તેમણે આવી ચેતવણી પહેલા પણ અનેક વખત આપી છે.

બાસ્કેટબોલ સ્ટાર બ્રિટનીને ફટકારવામાં આવી 9 વર્ષની સજા
ફેડરલ સિક્યોરિટી સર્વિસ (FSB)એ જાન્યુઆરીમાં કહ્યું હતું કે અધિકારીઓની જાસૂસીના શંકામાં એક અમેરિકન નાગરિક સામે કેસ કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે ડિસેમ્બરમાં અમેરિકન બાસ્કેટબોલ સ્ટાર બ્રિટની ગ્રાઈનરને વેપ કેપ્સ્યુલ રાખવાના આરોપમાં 9 વર્ષની સજા સંભળાવામાં આવી હતી. જો કે, બાદમાં તેને મુક્ત કરી દેવામાં આવ્યા હતા. અમેરિકાએ તપાસ બાદ આરોપોને ખોટા ઠેરવ્યા હતા. જ્યારે એક પર્વ અમેરિકન મરીન પોલ વ્હેલનને જાસુસીના આરોપમાં દોષીત જાહેર કરતા 16 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. અમેરિકાએ આ આરોપોને પણ ખોટા હોવાનો દાવો કર્યો છે

 

adv

Related News

post
post
post
post
post
post
post