• Home
  • News
  • કોરોના મહામારી વચ્ચે 17 જુલાઇથી અમેરિકા, 18 જુલાઇથી ફ્રાન્સની વિમાની સેવા શરૂ
post

ઈન્ટરનેશનલ ફ્લાઈટ માટે 3 દેશો સાથે ચર્ચા

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-17 11:13:27

નવી દિલ્હી: કોરોના રોગચાળા વચ્ચે સરકાર ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવા જઈ રહી છે. જોકે, આ નિયમિત નહીં હોય. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ પુરીએ ગુરુવારે આ અંગે જણાવ્યું કે, 23 માર્ચથી બંધ થયેલી ઈન્ટરનેશનલ ફ્લાઈટ સેવા ફરીથી શરૂ કરવા માટે ત્રણ દેશ- ફ્રાન્સ, અમેરિકા અને જર્મની સાથે વાટાઘાટો ચાલી રહી છે. પુરીએ કહ્યું કે એર બબલ અંતર્ગત એર ફ્રાન્સ 18 જુલાઈથી એક ઓગસ્ટ દરમિયાન દિલ્હી, મુંબઈ અને બેંગલુરુથી પેરિસ માટે 28 ફ્લાઈટ ચલાવશે. આ ઉપરાંત, અમેરિકાની યુનાઈટેડ એરલાઈન સાથે અમે કરાર કર્યો છે, જેથી 17 જુલાઈથી 31 જુલાઈ વચ્ચે 18 ફ્લાઈટ ચલાવી શકાય.

જોકે, આ વચગાળાનો કરાર છે. આ ઉપરાંત જર્મનીની લુફ્થાન્સા એરલાઈન્સ સાથેનો કરાર પણ અંતિમ તબક્કામાં છે. બ્રિટન સાથે પણ આ જ સ્થિતિ છે. ભારત તરફથી એર ઈન્ડિયાનાં વિમાન ઊડશે. પુરીએ કહ્યું કે સરકારી પ્રોટોકોલ અનુસાર બીજા દેશમાંથી ભારત આવનારા મુસાફરોએ સાત દિવસ ક્વોરેન્ટાઈન રહેવું પડશે. 

800 ઘરેલુ ફ્લાઈટમાં રોજ 70 હજાર લોકોની મુસાફરી
દેશમાં અત્યારે સરેરાશ 800 ઘરેલુ ફ્લાઈટ સંચાલિત થઈ રહી છે. જેમાં લગભગ 70 હજાર લોકો મુસાફરી કરી રહ્યા છે. વર્તમાન સમયમાં ઓક્યુપન્સી રેટ 50થી 55% એટલે કે, સરેરાશ અડધી ફ્લાઈટ ખાલી જઈ રહી છે. એરલાઈન્સ કંપનીઓ અનુસાર કેટલાક રૂટ પર 70% સુધી તો કેટલાક પર માત્ર 20% ઓક્યુપન્સી છે. વિમાનન મંત્રાલયે લગભગ 50 દિવસ પહેલા 33% ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરવાની વાત કરી હતી.

અત્યાર સુધી 6.87 લાખથી વધુ લોકોને સ્વદેશ લવાયા 
પુરીએ કહ્યું કે વંદે ભારત મિશનઅને અન્ય માધ્યમોથી અત્યાર સુધીમાં 6,87,467 ભારતીયો સ્વદેશ પરત આવ્યા છે. આ અગાઉ ઓગસ્ટ, 1990માં સૌથી મોટાં ઓપેરશનમાં 1.7 લાખ ભારતીયોને કુવૈતમાંથી કાઢવામાં આવ્યા હતા. હવે એર ઈન્ડિયાએ 53 દેશના 71 શહેરમાંથી લગભગ 7 લાખ ભારતીયોને વિદેશમાંથી સ્વદેશ લાવવાનો ગિનીઝ રેકોર્ડ બનાવ્યો છે. 

વધુ ઓક્યુપન્સીવાળા રૂટ
દિલ્હીથી લખનઉ, દિલ્હી-મુંબઈ, દિલ્હી-પટણા, દિલ્હી-રાંચી, દિલ્હી-બેંગલુરુ, મુંબઈ-રાંચી, મુંબઈ-પટના, મુંબઈ-લખનઉ અને દિલ્હી-ચંડીગઢ ઓછી ઓક્યુપન્સીવાળા રૂટ : લખનઉ-દિલ્હી, બેંગલુરુ-ચેન્નઈ, પૂણે-દિલ્હી, ભુવનેશ્વર-દિલ્હી અને ગુવાહાટી-દિલ્હી.

 

adv

Related News

post
post
post
post
post
post
post