• Home
  • News
  • અમિતાભ બચ્ચનની રિકવરી ઘણી ધીમી છે:નજીકના મિત્રએ આપ્યું હેલ્થ-અપડેટ, 'અમિતાભજીએ ડોક્ટરની સલાહને અવગણીને જાહેરાતનું શૂટિંગ કર્યું હતું'
post

અમિતાભજીએ 'જલસા' બંગલોમાંથી ચાહકોનું અભિવાદન ઝીલ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-10 19:35:17

અમિતાભ બચ્ચન હૈદરાબાદમાં પ્રોજેક્ટ કેફિલ્મના સેટ પર ઈજાગ્રસ્ત થયા ત્યારથી તેઓ બેડ રેસ્ટ પર છે. હાલમાં જ તેમના એક નજીકના મિત્રએ મીડિયાને તેમનું હેલ્થ-અપડેટ આપ્યું છે. તેમણે કહ્યું હતું કે અમિતાભ બચ્ચને લગભગ એક અઠવાડિયા પહેલાં ડૉક્ટરની સલાહ વિરુદ્ધ એક એડ શૂટ કરી હતી. આ દરમિયાન અમિતાભજી ઇજા બાદ પહેલીવાર ઘરની બહાર આવ્યા હતા.

'અમિતાભજીએ શૂટનું કમિટમેન્ટ આપ્યું હતું' - ક્લોઝ ફ્રેન્ડ
ઈજાગ્રસ્ત થયા પછી અમિતાભજીને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી. ઈટાઇમ્સના અહેવાલ મુજબ, અમિતાભ બચ્ચને જાહેરાત શૂટ કરવાનું કમિટમેન્ટ આપ્યું હતું, પરંતુ શૂટિંગમાં વિલંબ થવાને કારણે અમિતાભજી સ્વસ્થ ન થયા હોવા છતાં શૂટિંગ ચાલુ રાખ્યું.
થોડા દિવસ પહેલાં હૈદરાબાદમાં ફિલ્મ 'પ્રોજેક્ટ કે'ના સેટ પર શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ઈજાગ્રસ્ત થયા હતા. તેમની પાંસળી તૂટી ગઈ હતી અને સ્નાયુઓમાં પણ દબાણ થયું હતું.

'અમિતાભજીની રિકવરી ખૂબ જ ધીમી છે' - ક્લોઝ ફ્રેન્ડ
રિપોર્ટ અનુસાર તેમના નજીકના મિત્રે જણાવ્યું હતું કે અમિતાભ બચ્ચન ફટાફટ સાજા થવા માગે છે, પરંતુ તેમની રિકવરીની પ્રક્રિયા ઘણી ધીમી છે. આવી સ્થિતિમાં તેમણે વધુ હલનચલન અને જોખમ લેવાનું ટાળવું જોઈએ. તેમણે કહ્યું, ‘જ્યાં સુધી નિયમિત શૂટિંગ કરવાની વાત છે તો હજુ એમાં થોડો સમય લાગશે. હૈદરાબાદમાં એક એક્શન સિક્વન્સનું શૂટિંગ કરતી વખતે તેમની પાંસળીમાં ઈજા પહોંચી હતી. તેમણે પોતાના બ્લોગ દ્વારા આ માહિતી આપી હતી.

અમિતાભજીએ 'જલસા' બંગલોમાંથી ચાહકોનું અભિવાદન ઝીલ્યું હતું
થોડા દિવસ પહેલાં અમિતાભ બચ્ચને હોમમેડ સ્લિંગ બેગ પહેરીને જલસામાંથી તેમના ચાહકોનું અભિવાદન કરતાં પોતાની તસવીરો શેર કરી હતી. તેમણે પોતાના બ્લોગમાં લખ્યું છે કે ઈજા ઘણી ઊંડી છે, પરંતુ ટૂંક સમયમાં પરત ફરીશ, ઘા ધીમે ધીમે રુઝાઈ રહ્યો છે. મને આશા છે કે આજે હું બોર્ડ પર ચઢી જઈશ અને ગેટ પર જઈશ, તેમને મળીશ, તેમને જોઈશ, જેઓ મને ખૂબ પ્રેમ કરે છે.
'મારા શુભચિંતકોનું જીવન એ જ મારું જીવન છે, તેઓ છે તો હું છું.'

બ્લોગ દ્વારા જણાવ્યું હતું કે 'પાંસળી તૂટી ગઈ છે, સ્નાયુ પણ ફાટી ગયા છે'
અમિતાભ બચ્ચને પોતાના બ્લોગ દ્વારા લોકોને આ અકસ્માતની જાણકારી આપી હતી. તેમણે લખ્યું હતું કે હું હૈદરાબાદમાં મારી ફિલ્મ 'પ્રોજેક્ટ કે'નું શૂટિંગ કરી રહ્યો હતો. સેટ પર એક્શન સીન દરમિયાન અકસ્માત થયો હતો. મારી પાંસળીની કોમલાસ્થિ તૂટી ગઈ છે, મારી જમણી પાંસળીના સ્નાયુ પણ ફાટી ગયા છે. શૂટિંગ રદ કરવામાં આવ્યું હતું, ડૉક્ટરે સીટી સ્કેન પણ કર્યું હતું. હૈદરાબાદમાં સારવાર લીધા બાદ હું મુંબઈ આવ્યો છું.'

'પીડા એટલી હતી કે શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે '- અમિતાભ
ડૉક્ટરે સ્ટ્રેપિંગ કર્યું છે અને આરામ કરવાનું કહ્યું છે. હા, એ ખૂબ જ પીડાદાયક છે. હવે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. હલનચલન કરવામાં દુખાવો થાય છે. ડૉક્ટરે કહ્યું છે કે રાહત મળવામાં થોડાં અઠવાડિયાં લાગશે. મને દુખાવાની દવાઓ પણ આપવામાં આવી છે.

હાલપૂરતું ફિલ્મનું કામ અટકાવવું પડશે. સ્વસ્થ થયા પછી જ સેટ પર પાછા આવીશ. હું જલસામાં આરામ લઉં છું અને રોજ માત્ર મારા મહત્ત્વનાં કામો માટે જ પથારીમાંથી ઊભો થાઉં છું.

 

adv

Related News

post
post
post
post
post
post
post