• Home
  • News
  • મહામારી ફેલાવનારા ચીનમાં ‘મેળો’:નેશનલ ડે પર 8 દિવસની રજા, મહામારી વચ્ચે 60 કરોડ લોકો ફરવા નીકળશે
post

1 ઓક્ટોબર 1949ના રોજ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના નામ મળ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-02 12:10:36

આખી દુનિયામાં કોરોના ચેપ ફેલાવનારા ચીને ગુરુવારે(1 ઓક્ટોબર) દેશની સ્થાપનાની 71મી વર્ષગાંઠ ઊજવી હતી. તેને નેશનલ ડે પણ કહેવાય છે. તેની સાથે જ સમગ્ર દેશમાં 8 ઓક્ટોબર સુધી રાષ્ટ્રીય રજાઓ ચાલુ થઈ જશે. તેને સેલિબ્રેટ કરવા દેશભરના લોકો મહામારી વચ્ચે ફરવા નીકળી ગયા છે. અંદાજ છે કે મહામારી વચ્ચે આશરે 600 મિલિયન (60 કરોડ) લોકો 8 દિવસ ફરશે.

ચીનની સરકારી ન્યૂઝ એજન્સી અનુસાર નેશનલ ડેના ઉપલક્ષ્યમાં દેશભરના તમામ મુખ્ય સ્થળોને શણગારાશે. જેને જોવા અને રજાઓ મનાવવા પહેલાં દિવસે આશરે 35 મિલિયન (3.5 કરોડ) લોકોએ મુસાફરી કરી હતી. સૌથી વધુ 1.8 કરોડ લોકોએ ટ્રેન વડે મુસાફરી કરી હતી. 1.2 કરોડ લોકો હવાઈ સફરથી રજા મનાવવા નીકળ્યા હતા. જોકે 50 લાખ લોકો મહામારીને ધ્યાનમાં રાખી પોતાના વાહન પર સફર પર નીકળ્યાં.

1 ઓક્ટોબર 1949ના રોજ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના નામ મળ્યું હતું
1912
માં ક્વિંગ રાજાશાહીનો અંત આવ્યો હતો અને રિપબ્લિક ઓફ ચાઈનાની સ્થાપના થઈ હતી. અહીંથી ચીનના આધુનિક ઈતિહાસની શરૂઆત થઈ. 1936માં જાપાનના હુમલા વિરુદ્ધ ચીને મજબૂત રીતે યુદ્ધ લડ્યું. બીજા વિશ્વયુદ્ધના અંત પછી 1945માં જાપાને આત્મસમર્પણ કરી દીધું. ત્યારે ચીનમાં કમ્યુનિસ્ટ અને નેશનાલિસ્ટ વચ્ચે યુદ્ધ છંછેડાયું હતું. 4 વર્ષ સુધી દેશમાં સિવિલ વૉરની સ્થિતિ બની હતી. આ યુદ્ધમાં ચીનના લાખો નાગરિકો મૃત્યુ પામ્યા હતા. તે પછી 1 ઓક્ટોબર, 1949ના રોજ માઓ ત્સે તુંગે કમ્યુનિસ્ટ પાર્ટીની જીતની જાહેરાત કરી. પછી બંધારણમાં દેશનું નામ પીપુલ્સ રિપબ્લિક ઓફ ચાઈના રાખ્યું. આ દૃષ્ટિએ ઓક્ટોબરનો પ્રથમ સપ્તાહ ચીન માટે ખાસ મનાય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post