• Home
  • News
  • કર્ણાટક સરકારનો મહત્વનો નિર્ણય, શાળાઓમાં હિજાબ પહેરીને આવી શકશે મુસ્લિમ વિદ્યાર્થીનીઓ
post

CM સિદ્ધારમૈયાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં હિજાબ અંગે લેવાયો મહત્વનો નિર્ણય

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-23 19:35:30

બેંગલુરુ: હવે કર્ણાટક (Karnataka)માં મુસ્લિમ વિદ્યાર્થીનીઓ તમામ પરીક્ષાઓમાં હિજાબ (Hijab) પહેરીને પરીક્ષા આપી શકશે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા (CM Siddaramaiah)ની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે કે, રાજ્યની તમામ પરીક્ષાઓમાં મુસ્લિમ વિદ્યાર્થીનીઓને પરીક્ષા આપવાની મંજુરી અપાશે. આ અંગે પ્રદેશના શિક્ષણ મંત્રી સુધાકરે પણ જાહેરાત કરતાં કહ્યું કે, રાજ્યમાં કોંગ્રેસની સરકાર બન્યા બાદ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજ્યમાં મુસ્લિમ વિદ્યાર્થીનીઓના હિતમાં નિર્ણય લેવાયો છે કે, હવે તેઓ હિજાબ પહેરીને તમામ પરીક્ષામાં સામેલ થઈ શકશે.

તમામ પરીક્ષામાં હિજાબ પહેરવાની મંજૂરી

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલો મુજબ તેમણે કહ્યું કે, કર્ણાટકમાં સ્કુલ અને કૉલેજો ઉપરાંત તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ મહિલા વિદ્યાર્થીનીઓને હિજાબ પહેરીને પરીક્ષા આપવાની મંજૂરી અપાઈ છે. અગાઉ કેન્દ્ર સરકારે હિજાબ પહેરીને નીટ પરીક્ષા આપવાની મંજૂરી આપી હતી, તેથી કોંગ્રેસ સરકારનો નિર્ણય કોઈપણ રીતે અયોગ્ય નથી.

હિન્દુવાદી સંગઠનોએ પ્રદર્શન કરવાની જાહેરાત કરી

દરમિયાન હિન્દુવાદી સંગઠનોએ આ નિર્ણય વિરુદ્ધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે જાન્યુઆરીમાં ઉડુપી જિલ્લાની એક સરકારી હાઈસ્કુલમાં હિજાબ પહેરીને આવેલી 6 વિદ્યાર્થીનીઓને સ્કુલમાં પ્રવેશતા અટકાવાઈ હતી.

ગત વર્ષે હિજાબ અંગે થયો હતો વિવાદ

ત્યારબાદ કર્ણાટકમાં હિજાબને લઈ મોટો વિવાદ થયો હતો અને કર્ણાટક સરકારે વિદ્યાર્થિનીઓ પર શાળામાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ નિર્ણય બાદ કર્ણાટક સરકાર વિરુદ્ધ રાજ્યભરમાં વિરોધ-પ્રદર્શન થયા અને મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટે ક્લાસની અંદર હિજાબ પહેરવા પરનો પ્રતિબંધ હટાવવાની અરજીને રદ કરી દીધી હતી, ત્યારબાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો...

adv

Related News

post
post
post
post
post
post
post