• Home
  • News
  • અનિલ અંબાણીના પુત્રએ કર્યો Lockdown નો વિરોધ, કહ્યું- સમાજ અને અર્થવ્યવસ્થા થઈ જશે બરબાદ
post

એક અન્ય ટ્વીટમાં અનમોલ અંબાણીએ કહ્યુ કે, આ લૉકડાઉનનો હેલ્થ સાથે કોઈ સંબંધ નથી. તેના કારણે આપણા સમાજની કરોડરજ્જૂ કહેવાતા મજૂરો, સેલ્ફ એમ્પલોયડ, રેસ્ટોરન્ટ, ઢાબા અને કપડાની દુકાનો ચલાવનારા તબાહ થયા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-08 10:53:50

નવી દિલ્હીઃ ઉદ્યોગપતિ અનિલ અંબાણીના પુત્ર અનમોલ અંબાણી (Anmol Ambani) એ કોરોના સંકટનો સામનો કરવા માટે લૉકડાઉન (Lockdown) જેવા પ્રતિબંધોનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે, લૉકડાઉનનો ઇરાદો સ્વાસ્થ્યની ચિંતા કરવાનો નથી પરંતુ નિયંત્રણ કરવાનો છે અને તેનાથી સમાજ તથા અર્થવ્યવસ્થાની કમર તૂટી જશે. રિલાયન્સ કેપિટલ લિમિટેડના પૂર્વ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરે એક બાદ એક ટ્વીટ કરીને ક8હ્યું કે, સેમી-લૉકડાઉન જેવી સ્થિતિથી નાના વેપારીઓ અને મજૂરોની જિંદગી પ્રભાવિત થશે. એક ટ્વીટમાં અનમોલ અંબાણીએ લખ્યુ, 'પ્રોફેશનલ અભિનેતા પોતાના ફિલ્મનું શૂટિંગ કરી શકે છે. પ્રોફેશનલ ક્રિકેટર મોડી રાત સુધી રમી શકે છે. નેતાઓ રેલીઓ કરી શકેવ છે. પરંતુ તમારો કારોબાર કે કામ જરૂરી નથી.'  #scamdemic લખતા અનમોલ અંબાણીએ કહ્યુ, આખરે જરૂરી હોવાનો અર્થ શું છે? દરેકનું કામ તેના માટે જરૂરી હોય છે. 

એક અન્ય ટ્વીટમાં અનમોલ અંબાણીએ કહ્યુ કે, આ લૉકડાઉનનો હેલ્થ સાથે કોઈ સંબંધ નથી. તેના કારણે આપણા સમાજની કરોડરજ્જૂ કહેવાતા મજૂરો, સેલ્ફ એમ્પલોયડ, રેસ્ટોરન્ટ, ઢાબા અને કપડાની દુકાનો ચલાવનારા તબાહ થયા છે. આ સિવાય હેલ્થ પણ ખરાબ થઈ રહી છે કારણ કે જીમ બંધ છે. સ્પોર્ટસ કોમ્પલેક્સ અને પ્લે ગ્રાઉન્ડ પર પણ પ્રતિબંધ છે. સારા સ્વાસ્થ્ય માટે વ્યાયામ, તડકો અને તાજી હવા જરૂરી હોય છે. એટલું જ નહીં અનમોલે કહ્યુ કે, આ તે નવી પેઢી માટે પણ ખતરનાક છે, જે આ પ્રતિબંધો વચ્ચે પોતાના ઘરોમાં બંધ છે. આવી સ્થિતિમાં ભવિષ્યમાં તેને આ સ્થિતિ સામાન્ય લાગવા લાગશે. 

અનમોલ અંબાણીએ પોતાના ટ્વીટમાં લૉકડાઉનને અસમાનતા વધારનારૂ ગણાવ્યું છે. તેણે કહ્યું કે, આ સંયોગ નથી કે આમ આદમીને નુકસાન થઈ રહ્યું છે અને અમીર લોકોને લાભ થઈ રહ્યો છે. એટલું જ નહીં અનમોલે કહ્યુ કે, લૉકડાઉન લગાવવું કારોબાર બંધ કરવો અને ઘરોમાં રહેવાની વાત કરવી માનવતા જેવો ગુનો છે. મહત્વનું છે કે મહારાષ્ટ્રથી લઈને પંજાબ સુધી દેશમાં રાત્રી કર્ફ્યૂ અને લૉકડાઉન જેવા નિર્ણયો લેવામાં આવ્યા છે. રાજધાની દિલ્હીમાં પણ રાત્રી કર્ફ્યૂ લાગી કરી દેવામાં આવ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post