• Home
  • News
  • ભારતીય મૂળના અનિલ બાસુ લંડનના પોલીસ કમિશ્નર બને તેવી શક્યતા
post

લંડનમાં સર્વોચ્ચ હોદ્દે પહોંચનારા પ્રથમ એશિયન બનશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-12 11:58:34

લંડન : ભારતીય મૂળના અનિલ કાંતિ બાસુ લંડન પોલીસ કમિશ્નર બને તેવી શક્યતા છે. આ હોદ્દે પહોંચનારા અનિલ બાસુ પ્રથમ એશિયન બનશે. અનિલ કાંતિ બાસુ ઉર્ફે નીલ બાસુનો પરિવાર છ દશકા પહેલાં બ્રિટનમાં સ્થાયી થયો હતો.

લંડનની પ્રથમ મહિલા પોલીસ કમિશ્નર ક્રેસિડા ડેકે રાજીનામું આપી દીધું હોવાથી હવે ભારતીય મૂળના અનિલ બાસુ પોલીસ કમિશ્નર બને તેવી શક્યતા છે. બ્રિટિશ મીડિયા અહેવાલોમાં દાવો થયો હતો એ પ્રમાણે અનિલ બાસુ આ પદ માટે પ્રબળ દાવેદાર છે. અત્યારે અનિલ બાસુ આસિસ્ટન્ટ કમિશ્નર તરીકે કાર્યરત છે.

અનિલ બાસુનો પરિવાર કોલકાત્તાથી છ દશકા પહેલાં લંડનમાં સૃથાઈ થયો હતો. તેમના પિતા સર્જન હતા. 1968માં અનિલ બાસુનો જન્મ થયો હતો. 1992માં અનિલ બાસુ પોલીસમાં જોડાયા હતા. તેમને એક દશકા પહેલાં આતંકવાદ સામે લડતા વિશેષ વિભાગના વડા બનાવાયા હતા.

એ પછી તેઓ પોલીસ તાલીમ કોલેજના ડિરેક્ટર પણ બન્યા હતા. બે વર્ષ પહેલાં તેમની નિમણૂક લંડનના આસિસ્ટન પોલીસ કમિશ્નર તરીકે થઈ હતી. પોલીસ અિધકારી તરીકે 53 વર્ષના અનિલ બાસુનો રેકોર્ડ ખૂબ જ ઉજ્જળ હોવાથી તેમની પોલીસ કમિશ્નર તરીકે પસંદગી થાય એવી પૂરી શક્યતા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post