• Home
  • News
  • વિવાદો બાદ ફેસબુકમાંથી રાજીનામુ:ફેસબુક ઈન્ડિયાના પબ્લિક પોલિસી બાબતના વડા આંખી દાસે તેમના પદ પરથી રાજીનામુ આપ્યુ, હેટ સ્પીચને પ્રોત્સાહન આપવાનો આરોપ લાગ્યો હતો
post

ફેસબુકે કહ્યું કે આંખી દાસ 9 વર્ષથી કંપનીમાં જોડાયેલા છે. તેઓ ભારતમાં કંપનીના શરૂઆતી કર્મચારીઓ પૈકીના એક છે અને કંપનીના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-28 09:49:59

ફેસબુક ઈન્ડિયાની વિવાદાસ્પદ જાહેર નીતિ બાબતના વડા આંખી દાસે તાત્કાલિક અસરથી તેમના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે, તેમ સોશિયલ નેટવર્કિંગ ક્ષેત્રની અગ્રણી કંપની ફેસબુકે જાહેરાત કરી છે. આંખીએ પ્રજાની સેવામાં રસ હોવાથી ફેસબુકમાંથી તેમના પદ પરથી રાજીનામુ આપવાનો નિર્ણય કર્યો છે. આંખી ભારતમાં શરૂઆતથી જોડાયેલા કર્મચારીઓ પૈકીના એક કર્મચારી હતા અને ફેસબુકના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ છેલ્લા નવ વર્ષથી કામગીરી સંભાળતા હતા, તેમ ફેસબુક ઈન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટ અને મેનેજીંગ ડિરેક્ટર અજીત મોહને જણાવ્યું હતું.

વોલ સ્ટ્રીટ જર્નલનો અહેવાલથી વિવાદ થયો હતો
14
ઓગસ્ટના રોજ વોલ સ્ટ્રીટ જર્નલનો અહેવાલ સામે આવ્યા બાદ તેમને આ રાજીનામુ આપ્યુ છે. વોલ સ્ટ્રીટ જર્નલે કહ્યું હતું કે ફેસબુકના ટોચની લિડરશીપ કંપનીના પોતાના નિયમો સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતાઓ પ્રત્યે લાગૂ કરવાનો ઈન્કાર કરી રહ્યું છે. હિંસા, હેટ સ્પીચ અને ગેરમાર્ગે દોરતી માહિતી સામે ફેસબુકની નીતિઓનું સ્પષ્ટ ઉલ્લંઘન થતુ હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

ધ વોલ સ્ટ્રીટ જર્નલના જણાવ્યા પ્રમાણે ફેસબુકના કર્મચારીઓએ ટી.રાજા સિંહ દ્વારા કરવામાં આવેલ ભડકાઉ પોસ્ટનો મુદ્દો રજૂ કર્યો હતો. આ કેસમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ આરોપ લગાવ્યો હતો કે ફેસબુક આ પ્રકારની હેટ સ્પીચ હટાવી રહ્યું નથી. આ મુદ્દે ભાજપ-કોંગ્રેસ એકબીજાની સામે આવી ગયા હતા.

સંસદની સંયુક્ત સમિતિ સમક્ષ હાજર થયા હતા
દરમિયાન દાસે રાજીનામુ આપવાના નિર્ણય અંગે કહ્યું છે કે હું જનતાની સેવામાં મારા વ્યક્તિગત રસને લીધે હું લાંબા સમયની નોકરી બાદ ફેસબુકમાંથી રાજીનામુ આપું છું, જેથી લોકોને જોડવા તથા સામુદાયિક નિર્માણ માટેના અભિયાનમાં આગળ વધી શકું.
અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ વ્યક્તિગત માહિતી સુરક્ષા વિધેયક 2019 અંગેની સંસદની સંયુક્ત સમિતિ (JPC) સમક્ષ હાજર થયા હતા, જ્યાં તેમને પૂછવામાં આવ્યું હતું કે ડેટાની સુરક્ષા માટે સોશિયલ મીડિયા ક્ષેત્રની કંપની દ્વારા કેટલા મૂડી ભંડોળનો ખર્ચ કરવામાં આવે છે. આ ઉપરાંત ફેસબુકની આવક તથા ભારતમાંથી તેના દ્વારા રળવામાં આવતા નફા અંગે પણ પ્રશ્ન કરવામાં આવ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post