• Home
  • News
  • UNએ તાલિબાની નેતા નૂર વલીને ગ્લોબલ આતંકી જાહેર કર્યો, તેના પાકિસ્તાનની સેના સાથે ગાઢ સંબંધ
post

મેહસૂદને 2018માં ફજલઉલ્લાહના મૃત્યુ બાદ તાલિબાનનો નેતા જાહેર કરવામાં આવ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-17 12:13:30

વોશિંગ્ટન: તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન(TTP)ના નેતા નૂલ વલી મેહસૂદને UN(યુનાઈટેડ નેશન્સ)એ ગ્લોબલ ટેરેરિસ્ટ જાહેર કર્યો છે. જૂન 2018માં તાલિબાનના નેતા ફજલઉલ્લાહનું અમેરિકાના ડ્રોન હુમલામાં મોત થયું હતું. પછીથી નૂરને TTPનો લીડર બનાવવામાં આવ્યો હતો. નૂર પાકિસ્તાનના કબાયલી વિસ્તારમાં રહે છે. તે પાકિસ્તાનની સેનાની નજીક છે. અફઘાનિસ્તાનમાં થનારા આતંકી હુમલાઓ માટે અમેરિકા તેને જ જવાબદાર ગણે છે.

આ પગલાથી શું થશે
ગ્લોબલ આતંકી જાહેર કર્યા બાદ મેહસૂદની તમામ સંપતિ સીઝ કરવામાં આવશે. પછીથી ભલે કોઈ પણ દેશમાં હોય. આ સિવાય તેની પર ટ્રાવેલ બેન લગાવવામાં આવશે. હથિયારોની ખરીદી અને વેચાણ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવશે. એમ કહેવાઈ રહ્યું છે કે મેહસૂદના સંબંધ અલ-કાયદા અને ISIS સાથે પણ છે.

મેહસૂદ પર શું આરોપ છે
UN
ની પ્રતિબંધ લગાવનારી કમિટીના જણાવ્યા મુજબ, નૂર આતંકી હુમલા માટે ફાઈનાન્સ, પ્લાનિંગ અને તેની સાથે સંકળાયેલું કામ કરતો હતો. તેણે અલ-કાયદા જેવા આતંકી સંગઠનને ફરીથી મજબૂત કરવાનું ષડયંત્ર પણ રચ્યું. નૂરના ઈશારાઓ પર અફધાનિસ્તાનમાં હુમલાઓ કરવામાં આવે છે. તાલિબાનના બે ભાગ છે. એક અફઘાનિસ્તાનમાંથી ઓપરેટ કરવામાં આવે છે. બીજો પાકિસ્તાનમાંથી ઓપરેટ થાય છે. અમેરિકા અને તાલિબાનની વચ્ચે જે કરાર થયો તેમાં પાકિસ્તાનવાળું ગ્રુપ સામેલ નથી.

મેહસૂદ ખૈબર પખ્તૂનખામાં રહે છે
એમ કહેવાય છે કે મેહસૂદ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખા વિસ્તારમાં રહે છે. UNના જણાવ્યા મુજબ તે નોર્થ વઝીરિસ્તાનમાં પાકિસ્તાનની સેના પર પણ હુમલો કરી ચૂક્યો છે. જોકે અમેરિકા ઘણી વાર કહી ચૂક્યું છે કે TTPના આતંકીઓને પાકિસ્તાનમાં આશરો મળે છે. જોકે પાકિસ્તાનની સેનાની મદદ મળ્યા પછી પણ તેમની પર હુમલો કરવાની વાત વિરોધાભાસી લાગે છે. ખૈબરમાં જ TTPના ઘણાં કેમ્પ છે. તે સીમા પાર કર્યા પછી અફઘાનિસ્તાનમાં હુમલાઓ કરે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post